BUSINESSENTERTAINMENTImportant StoriesTECHNOLOGYTELEBUZZગુજરાતી

ટિકટોક જેવી જ બીજી એપ્લિકેશન Moj યુઝર્સમાં બની લોકપ્રિય

  • ટિકટોકના બેન થયા બાદ મોજ એપ યુઝર્સમાં બની લોકપ્રિય
  • બે દિવસમાં 50,000 થી વધુ વખત ડાઉનલોડ
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટ દ્વારા ડેવલપ કરવામાં આવી મોજ
  • મોજ એપ્લિકેશન એ એક શોર્ટ વીડિયો શેરિંગ એપ્લિકેશન છે.

ભારતમાં બેન થયેલ 59 એપ્લિકેશનોમાં ટિકટોક સૌથી વધુ ચર્ચામાં છે કારણ કે લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ મનોરંજનની સાથે ટેલેન્ટને શેર કરવા માટે કરતા હતા. આવી સ્થિતિમાં યુઝર્સ હવે ટિકટોકને બદલે અન્ય શોર્ટ વીડિયો શેરિંગ એપ્લિકેશન શોધી રહ્યા છે. ટિકટોકના બેન થયા બાદ ઘણી દેશી એપ્લિકેશનોએ બજારમાં પ્રવેશ કર્યો છે અને યુઝર્સમાં પણ લોકપ્રિય થઈ રહી છે. તેમનામાં એક એપ ‘મોજ’ છે. એપ્લિકેશન શરૂ થયાને બે દિવસ થયા છે અને આ બે દિવસોમાં ડાઉનલોડ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

મોજ એપ વિશે વાત કરીએ તો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટ દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને આ એપને ગૂગલ પ્લે સ્ટોર ઉપર 50,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તેને 4.3 નું રેટિંગ પણ આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ અને પંજાબીમાં સહિત કુલ 15 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે આ 15 ભાષાઓમાં ફક્ત ભારતીય ભાષાઓ શામેલ છે, અંગ્રેજી ભાષાને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

મોજ એપ્લિકેશન એ એક શોર્ટ વીડિયો શેરિંગ એપ્લિકેશન છે, એક દેશી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ તેમના વીડિયોને શેર કરવાની સાથે સાથે અન્ય વીડિયોને પણ જોઈ શકે છે. વીડિયોની સમયમર્યાદા 15 સેકંડ છે. એટલે કે,યુઝર્સ આ 15 સેકંડનો વીડિયો બનાવીને તેને ફિલ્ટર કરીને શેર કરી શકે છે. આ એપ્લિકેશનનો ઇન્ટરફેસ ખૂબ જ સરળ છે. આમાં, તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને ટ્વિટર પર વીડિયો શેર કરી શકો છો. મોજ એપમાં ડાન્સ, કોમેડી , ફૂડ, DIY, મનોરંજન, સમાચાર, ફની વીડિયો, ગીતો અને લવ શાયરી જેવા ઘણા કન્ટેન્ટ હાજર છે.

(Devanshi)