1. Home
  2. ગુજરાતી
  3. ભારતનું એલઓસી પર પરાક્રમ, આતંકીઓના લોંચ પેડનો કર્યો નાશ
ભારતનું એલઓસી પર પરાક્રમ, આતંકીઓના લોંચ પેડનો કર્યો નાશ

ભારતનું એલઓસી પર પરાક્રમ, આતંકીઓના લોંચ પેડનો કર્યો નાશ

0

ભારતીય સેના દ્વારા ફરી એકવાર આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેનાએ લાઈન ઓફ કંટ્રોલ પર આતંકીઓ દ્વારા બનાવવામાં આવેલા લોંચપેડ પર હુમલો કર્યો અને સંપુર્ણરીતે નષ્ટ કર્યા છે અને તેનો વિડિયો પર જાહેર કરવામાં આવ્યો છે.

આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના દ્વારા લાઇન ઑફ કંટ્રોલ પર પાકિસ્તાની આતંકીના લૉન્ચ પેડ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આતંકીઓના દારૂગોળોના સ્થળે પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આતંકીઓને મોટા પ્રમાણમાં નુક્સાન થયુ છે.

મહત્વનું છે કે કોરોનાવાયરસ હાલના સમયમાં સમગ્રવિશ્વમાં ફેલાયો છે જેમાં પાકિસ્તાન પણ બાકાત નથી પરંતુ પાકિસ્તાન છે કે જે આતંકવાદી પ્રવૃતિઓમાંથી બહાર આવવાનું વિચારી રહ્યુ નથી. પાકિસ્તાનમાં પણ કોરોનાવાયરસના અઢળક કેસ નોંધાયા છે અને આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન પાસે કોરોનાવાયરસથી બચવા માટે પુરતા પ્રમાણમાં મેડિકલ સુવિધા પણ નથી.

કુપવાડાના કેરન સેક્ટરમાં શુક્રવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલા ફાયરિંગને પગલે લોકોમાં ડર ફેલાયો છે અને સેનાના એક અધિકારીએ જણાવ્યું છે કે સુરક્ષા જવાનોએ ખૂબ પ્રભાવી અને મજબૂત થઈને દુશ્મનોને જવાબ આપ્યો હતો. આતંકીઓના લૉંચ પેડ્સ અને દારૂગોળો રાખવાના ઠેકાણા તોડી પાડવામાં આવ્યા છે. જેનાથી પાકિસ્તાનને ખૂબ નુકસાન થયું છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.