1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાવાયરસ સામે લડવા અમેરિકાની ભારતીય ઈજનેરો પર નજર, જુઓ શુ છે કારણ
કોરોનાવાયરસ સામે લડવા અમેરિકાની ભારતીય ઈજનેરો પર નજર, જુઓ શુ છે કારણ

કોરોનાવાયરસ સામે લડવા અમેરિકાની ભારતીય ઈજનેરો પર નજર, જુઓ શુ છે કારણ

0

અમેરિકામાં કોરોનાવાયરસ બેકાબુ થઈને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. અમેરિકાની હોસ્પિટલોમાં વેન્ટીલેટર્સની ઘટ જણાઈ રહી છે ત્યારે અમેરિકામાં ભારતીય ઈજનેરોએ અમેરિકાની મુશ્કેલીને દુર કરવા માટેનો રસ્તો શોધ્યો છે.

અમેરિકામાં ભારતીય ઈજનેરો દ્વારા એવા વેન્ટીલેટર્સ બનાવવામાં આવ્યા છે જેની કિંમત 500 ડોલર (37500 રૂપિયા) જણાવવામાં આવી રહી છે. અમેરિકામાં હાલમાં જે વેન્ટિલેટર વપરાય છે તેની કિંમત 22.50 લાખ રૂપિયા છે અને અમેરિકામાં અત્યારે 7 લાખ વેન્ટિલેટર્સની જરૂર છે અને ત્યાં વેન્ટિલેટર્સની મોટા પાયે ઘટ પડી રહી છે.

ભારતીયો દ્વારા જે વેન્ટિલેટર્સ બનાવવામાં આવી રહ્યા છે તે અમેરિકાની લોકલ કંપનીની સરખામણીમાં 60 ટકા સસ્તા છે અને અમેરિકાના કાર્યકારી સહાયક સચિવ એલિસ વેલ્ફે કહ્યું કે ભારતના યુવા ઈજનેરોનો આ પ્રયાસ કોરોનાવાયરસ સામેની લડાઈમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. ટૂંક સમયમાં તેનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરાશે. આ વેન્ટિલેટર્સના અંતિમ પરીક્ષણ પછી વેપારી ધોરણે ઉત્પાદન માટે કાર અને વિમાન બનાવનારી 11 અલગ-અલગ કંપનીઓને થોડા સપ્તાહમાં તેને બનાવી આપવાનો આદેશ કરી શકે છે.

કોરોનાવાયરસની સામેની લડાઈમાં અમેરિકા લાચાર અને નબળુ થઈ રહ્યુ હોય તેવુ જણાઈ રહ્યુ છે. કેટલાક જાણકારો દ્વારા અમેરિકામાં કોરોનાવાયરસના કારણે 2.40 લાખ મોતની આશંકા દર્શાવવામાં આવી છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.