in , , ,

બાંગ્લાદેશને પરાસ્ત કરીને ટીમ ઈન્ડિયાનો વિશ્વકપના સેમિફાઈનલમાં પ્રવેશ

બર્મિઘમઃ વિશ્વકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં ભારે રસાકસી બાદ ભારતે બાંગ્લાદેશને 28 રનથી પરાજય આપીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. વર્લ્ડ કપની 40મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજા વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવું છે. આમ ભારતે સતત સાતમી વાર આઈસીસી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની જીતમાં વિસ્ફોટક બેસ્ટમેન રોહિત શર્મા અને મુખ્ય બોલર જસમીત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિશ્વકપની 40મી ક્રિકેટ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. વર્લ્ડ કપની દાવેદાર મનાતી ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા ઓપનર રોહિત શર્માના 104 રનની મદદથી 50 ઓવરમાં 314 રનનો વિશાળ સ્ટોર ઉભો કર્યો હતો. 315 રનનો પીછો કરતાં બાંગ્લાદેશ માટે ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સર્વાધિક 66 રન કર્યા હતા. તે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 500 રન અને 10થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેના સિવાય આઠમા ક્રમે બેટિંગ કરવા આવેલા મોહમ્મદ સૈફુદીને પણ 38 બોલમાં 51 રન કર્યા હતા. જોકે તે બંનેની ઇનિંગ્સ ટીમની ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શકી ન હતી.

ભારત માટે જસપ્રીત બુમરાહે 4 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. ભારત માટે વનડેમાં 26મી અને ટૂર્નામેન્ટમાં ચોથી સદી ફટકારનાર રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારત-બાંગ્લાદેશની આ મેચ ભારે રસાકસી ભરી રહી હતી. આ મેચમાં વિજય બાદ ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

આજે વિશ્વકપની ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ યોજાશે. આ ક્રિકેટ મેચ ભારે રસાકસીવાળી રહેવાની શકયતા છે. આ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થાય તો સેમિફાઈનલમાં તેનું પણ સ્થાન નિશ્ચિત થઈ જશે. જ્યારે પાંચમાં નંબર રહેલી પાકિસ્તાનની ટીમનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ફક્ત સ્વપ્ન જ બની રહેશે. જેથી પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ પણ આ મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજીય થાય તેવુ ઈચ્છી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ ઉંઝામાં અઢી ઈંચ વરસાદ

કોમેડી જગતમાં એક અલગ ઈમેજ આપનાર ફેમસ કોમેડીયન લેડી ભારતી સિંહનો બર્થ ડે- હેપ્પી બર્થ ડે ભારતી