in ,

સ્વામી વિદિતાત્માનંદજીના શતાભિષેક મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ, વિષ્ણુસહસ્ત્રનામવલિના સૂરથી વૃક્ષોનો થશે ઉછેર

સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીના શતાભિષેક વર્ષ મહોત્સવ અંતર્ગત થઈ રહેલા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યોની સાથે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષારોપણના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 30 જૂન, 2019ના રોજ રવિવારે સવારે આઠ વાગ્યાથી 10.-30 વાગ્યા દરમિયાન આધ્યાત્મ વિદ્યામંદિરની બાજુમાં એવલોન હોટલ રોડ, રવિજાની પાછળ, થલતેજ અમદાવાદ ખાતે સૌને સાથે મળીને ધરતીમાતો ખોળો ભરવા અને લીલુડા આનંદ સાથે આ વૃક્ષારોપણના એક નવતર પ્રયોગમાં સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

મંત્રોચ્ચાર અને શ્લોકોચ્ચાર વચ્ચે હવનની સાથે આ વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. થલતેજ વિસ્તારમાં રોજ નિયમિતપણે પ્લોટ પર વિષ્ણુસહસ્ત્રનામાવલિના સૂર રેલાશે અને એક સાત્વિક ઊર્જાના સહારે 2500 જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન આધ્યાત્મ વિદ્યામંદિર અને એચ. કે. અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભાજપના MLA આશાબેન પટેલ અને નારાયણ પટેલ જાહેરમાં બાખડ્યાં

કોલકત્તા પોલીસે ચાર શકમંદોની કરી ધરપકડ, આઈએસઆઈએસના આતંકી હોવાનો દાવો