1. Home
  2. ગુજરાતી
  3. 4 વાર UPSCમાં નિષ્ફળ થયા બાદ 5મા પ્રયત્ને સફળતા મેળવનાર IAS ઓફિસર રિયાઝની રસપ્રદ કહાનિ
4 વાર UPSCમાં નિષ્ફળ થયા બાદ 5મા પ્રયત્ને સફળતા મેળવનાર IAS ઓફિસર રિયાઝની રસપ્રદ કહાનિ

4 વાર UPSCમાં નિષ્ફળ થયા બાદ 5મા પ્રયત્ને સફળતા મેળવનાર IAS ઓફિસર રિયાઝની રસપ્રદ કહાનિ

0

કોઈ પણ કાર્યમાં સફળતા ન મળતા છેવટે આપણે કંટાળીને પ્રય્તનો કરવાના જ છોડી દઈએ છે, પછી નસીબ પર દોષનો ટોપલો ઢોળી દઈએ છે,કે મારુ તો નસીબ જ ખરાબ છે,પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છે કે જે, સતત નિષ્ફળતાનો સામનો કર્યા પછી પણ હાર ન માનતા અથાગ પ્રયત્નો શરુ રાખ્યા અને સપનું સાકાર કરી બતાવ્યું.

IAS ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ 2018ની પરિક્ષામાં નાગપુરનો રહેવાસી સૈયદ રિયાઝ એહમદે 261 રેંક મેળવ્યા છે,સતત પ્રયત્નો કરી રહેલા રિયાઝને અસફળતા મળતા એક સમયે તેણે હિમ્મત ગુમાવી હતી,છતા પોતાનું સપનું સાકાર કરવા માટેની સકારાત્મક લાલચે તેની હિમ્મત વધારી અને તે આઈએએસની તૈયારીમાં જોતરાયો ત્યારથી તેણે કદી પાછું વળીને ન જોયું.

રિયાઝ એહમદે આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેની સફળતાની ગાથા વર્ણવી હતી,તેના માતા-પિતાનો અભ્યાસ ઓછો,પિતા 3 પાસ છે તો માતાએ 7 સુઘી અભ્યાસ કર્યો છે,તે પોતે પણ 12મા ઘોરણમાં એક વિષયમાં નાપાસ થયો હતો,ત્યારે રિયાઝને દુખ થયુ હતું,પરંતુ ફરી તૈયારી કર્યા બાદ તેને સફળતા મળી.તે સાથે જ સતત મહેનત કરી આગળનો અભ્યાસ કર્યો અને તેમાં પ્રથમ રહ્યો.

વર્ષ 2013માં રિયાઝ નાગપુર કૉલેજમાં પોલિટિક્સમાં પડ્યો, વિદ્યાર્થીઓનો લીડર પણ બન્યો. પરંતુ પરિવારે આ બાબતે સપોર્ટ નહોતો કર્યો,ત્યારે તેણે વિચાર્યું કે આ લીડરશીપને અભ્યાસમાં કઈ રીતે ઢાળી શકાય,ત્યારે તેના દિમાગમાં સિવિલ સર્વેંટનો આઈડિયા ઘર કરી ગયો.

વર્ષ 2013મા રિયાઝ સૈયદે પૂણે જઈને તૈયારી શરુ કરી,તે સમયે આ બાબતે તેને કોઈ જ પ્રકારનું જ્ઞાન નહોતું,તેને તૈયારી વિષયક જાણકારી નહોતી કે પછી ટેસ્ટ સિરિઝ બાબતે માહિતી નહોતી છતા પણ  2014મા પહેલી પરિક્ષા આપી અને પ્રીલિમ્સમાં જ નાપાસ થયા,ત્યાર પછી 2015મા જામિયાની આઈએએસ એકેડમીમાં એડમિશન મેળવ્યું,2015મા પ્રીલિમ્સ આપી ત્યારે તેમણે 93 સવાલ કર્યા પરંતુ નેગેટીવ માર્કસની પદ્ધતિના કારણે માત્ર 1 માર્કને લીધી રહી ગયા,જેના કારણે લોકોએ અનેક સવાલ કર્યા,તેમના જ મિત્રોએ કહ્યું કે તૈયારી સાચી દિશામાં નથી ત્યારે તેમણે વિચાર્યું કે ખોટી પદ્ધતિના કારણે આમ બન્યું.

ત્યાર બાદ હાર ન માનતા રિયાઝે પોતાની અલગ પદ્ધતિથી મહેનત કરવાનું નક્કી કર્યું, અને તેણે પોતાની સ્ટ્રેટેજીને 123 સ્ટ્રેટેજી નામ આપ્યું,જેમાં 1 એટલે જે સવાલના જવાબ માટે તેઓ ચોક્કસ છે તે સવાલ પહેલા કરવાનો,2 એટલે  એવા સવાલ કે જેમાં મુંજવણ હોય તે સવાલને પ્રથમ વખત છોડી દેવાનો,અને 3 એટલે જે સવાલ બિલકુલ આવડતા જ ન હોય તેને પુરી રીતે છોડી દેવો,1 કર્યા પછી તેઓ 2જી સ્ટ્રેટેજી પર આવીને તેનો હલ કરતા હતા.

તેમણે વર્ષ 2016મા આ સ્ટ્રેટેજીથી પ્રી-મેન્સ પાસ કરી લીઘી,પરંતુ ઈન્ટર્વ્યૂમાં નાપાસ થયા,સતત ત્રીજી વારના પ્રયત્ન બાદ તેઓ નિરાશામાં સપડાયા,પરંતુ તેમના પિતા રિટાર્યડ થતા તેમને લાગ્યુ કે પરિવારને આર્થિક સહાય માટે મારે કંઈકને કંઈક તો કરવું જ પડશે.

રિયાઝે કહ્યું કે,તેમના પિતાએ કોઈ જ મિલકત વસાવી નહોતી,તેઓ કહેતા કે “મારા બાળકો જ મારી સાચી મિલકત છે,તેમના શિક્ષણમાં જ હું પૈસાનો ખર્ચ કરીશ”,એટલા માટે સતત ત્રીજીવાર નાપાસ થયા બાદ પણ તેમના પિતાએ તેમને હિમ્મત આપીને કહ્યું કે તું પ્રયત્ન શરુ રાખ,હું ઘર ગીરવે રાખીશ પણ તને પ્રયત્ન છોડવા નહી દઉ,પિતાની આટલી હિમ્મતથી રિયાઝની હિમ્મત અડગ રહી.

વર્ષ 2017મા  ફરી પરિક્ષા આપી,પ્રીમાં પાસ થયા પરંતુ ઈન્ટર્વ્યૂ માટે ફોન નહોતો આવ્યો,ચોથી વાર નાપાસ થવાના ડરથી તેમણે વિચાર્યુ કે હવે તૈયારી છોડીને ઘરે જઈશ અને કંઈક કામઘંઘો શોઘી પરિવારને આર્થિક રીતે મદદરુ પ થઈશ,ત્યારે તેમના પિતાએ હિમ્મત આપી, જો તું તૈયારી કરવાનું છોડી દેશે તો તારુ સપનું અઘુરુ રહેશે,ચોથી વારમાં મેઈન્સ પાસ કરી પરંતુ ઈન્ટર્વ્યૂ કોલ નહી આવ્યો.

રિયાઝે કહ્યું કે આ વર્ષમાં તેઓ નોકરી કરવાની તૈયારી કરી રહ્યા હતા,તેમણે સ્ટેટ સર્વિસની પરિક્ષા આપી,જે તેમણે સારા માર્કસ સાથે પાસ કરી અને રેંજ ફોરેસ્ટર ઓફિસર બન્યા,જેના કારણે આર્થિક મુશ્કેલી તેમની ખતમ થઈ,તે સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો,ફરી વર્ષ 2018મા તેમણે  IASની તૈયારી શરુ કરી અને પરિક્ષા આપી જેમાં તેઓ મેન્સ પાસ કરીને કટઓફથી 90 માર્સ વધુ મેળવ્યા હતા,હવે માત્ર ઈન્ટર્વ્યૂ બાકી હતું,તે સાથે તેમને આશા હતી કે આ વખતનું ઈન્ટર્વ્યૂ તેમનું સારુ રહેશે.ને થયું પણ એવું જ છેવટે તેઓ આઈએએસ ઓફિસર બનીને જ રહ્યા,પોતાના પિતાની હિમ્મતને ડગવા ન દીઘી અને પોતાના સપનાને પાખ આપી.

રિયાઝ કહે છે કે, હંમેશાં તૈયારીઓ દરમિયાન એમ થાય છે કે આપણી હિંમત જવાબ આપવા માંડે છે.ઘણા લોકો યુપીએસસીની પ્રક્રિયાને ખૂબ સારી રીતે સમજી શકતા નથી, જ્યારે ઘરના લોકો પણ પાછળ પડી જાય છે કે લગ્નની ઉમર થઈ ગઈ છે, લગ્ન કરી લે,ક્યા સુઘી આ બઘી તૈયારીમાં રહીશ.અને છેવટે લોકોના કહેવાથી ઘણા મહેનતું લોકો તૈયારી છોડીને જે તે કામમાં જોતરાય જાય છે.

રિયાઝે તેમના ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, “તમારે ક્યારેય વિચારવું ન જોઈએ કે પાંચ લાખ લોકો તમારી હરીફાઈમાં છે, તમે ફક્ત એવું વિચારો કે મારે 1000 માંથી એક પોસ્ટ જોઈએ છે,આ રીતે વિચારીને જો તમે તૈયારી કરો છો, તો તમને દુનિયાની કોઈ પણ તાકાત  હરાવી શકશે નહીં”.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.