1. Home
  2. ગુજરાતી
  3. કંટેનરમાં છુપાઇ હતી બગદાદીની બહેન ‘રસમિયા’, તુર્કીએ સીરિયાથી કરી ધરપકડ
કંટેનરમાં છુપાઇ હતી બગદાદીની બહેન ‘રસમિયા’, તુર્કીએ સીરિયાથી કરી ધરપકડ

કંટેનરમાં છુપાઇ હતી બગદાદીની બહેન ‘રસમિયા’, તુર્કીએ સીરિયાથી કરી ધરપકડ

0

તુર્કીએ દાવો કર્યો છે કે તેઓએ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના આકા અબુ બકર અલગ બગદાદીની બહેન રસમિયાની ધરપકડ કરી છે. તુર્કીના અધિકારીઓ મુજબ સીરિયાના ઉત્તરી શહેર અઝાઝથી તેની ધરપકડ કરાઇ છે. સૂત્રોનુસાર રસમિયા ત્યાં એક કંટેનરમાં છુપાઇ હતી, ત્યાં તેની સાથે તેના પતિ અને પાંચ બાળકો પણ હતા. જણાવી દઇએ કે 26 ઑક્ટોબરના રોજ અમેરિકી સેનાએ બગદાદીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ઑપરેશનથી જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા છે. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ખાત્મો કરવામાં મદદ મળશે. હાલમાં અમેરિકા અન્ય સહયોગીઓ સાથે મળીને ISISની થિંક ટેંકને ખત્મ કરવાની તૈયારી કરી રહ્યું છે.

બગદાદીના મોત બાદ ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ વચ્ચે હડકંપ મચ્યો છે. અનેક આતંકીઓ સીરિયાથી ભાગવાની ફિરાકમાં છે. રસમિયના કંટેનરમાંથી મળવાથી પણ આ જ વાત સાબિત થાય છે.

બગદાદીએ ઉત્તર-પશ્વિમી સીરિયાના ઇદબિલમાં અમેરિકી હુમલા બાદ પોતાને જ બોમ્બથી ઉડાવી દીધો હતો. અમેરિકાએ આ ઑપરેશનનો વીડિયો અને ફોટોગ્રાફ પણ જારી કર્યા હતા. તે ઉપરાંત અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટના એક પ્રવક્તા અબુ હસન અલ મુહાજિરને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.