1. Home
  2. ગુજરાતી
  3. ફ્રાંસમાં ગુજરાતી મુસ્લિમોએ કર્યું PM મોદીનું સ્વાગત, પાકિસ્તાને આ રીતે ચીડાઇને ટ્વીટર પર કાઢી ભડાશ, મળ્યો કરારો જવાબ
ફ્રાંસમાં ગુજરાતી મુસ્લિમોએ કર્યું PM મોદીનું સ્વાગત, પાકિસ્તાને આ રીતે ચીડાઇને ટ્વીટર પર કાઢી ભડાશ, મળ્યો કરારો જવાબ

ફ્રાંસમાં ગુજરાતી મુસ્લિમોએ કર્યું PM મોદીનું સ્વાગત, પાકિસ્તાને આ રીતે ચીડાઇને ટ્વીટર પર કાઢી ભડાશ, મળ્યો કરારો જવાબ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ફ્રાંસ પ્રવાસ પર છે. અહીંયા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર ગુજરાતના વોરા મુસ્લિમો એ તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું. આ દરમિયાન ભારત માતા ની જયના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. આ વીડિયોને પ્રધાનમંત્રી કાર્યાલય એ ટ્વીટ કર્યો છે. ગુજરાતના વોરા મુસ્લિમો દ્વારા આ સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્વ મુસ્લિમ વિરોધી છબી બનાવવાની કોશિશમાં લાગેલું પાકિસ્તાન ખૂબજ અકળાયું છે.

આ જ કારણોસર પાકિસ્તાન સરકારના મંત્રી ફવાદ ચૌધરી હુસૈન એ પોતાનો આક્રોશ અને હતાશા ટ્વીટરના માધ્યમથી ઠાલવી હતી. પીએમઓના વીડિયોને ટ્વીટ કરતા લખ્યુ હતું કે, “હૂંફભર્યું સ્વાગત અને વાતચીત. ફ્રાંસના વસવાટ કરતા ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કઇ રીતે કર્યું તેની ઝલકની વીડિયો પર પ્રત્યુત્તર આપતા ફવાદ ચૌધરીએ લખ્યું હતું કે “આ ડ્રામા પર કેટલા પૈસા લગાવ્યા છે.”

પાકિસ્તાન મંત્રીના આ વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ પાક મંત્રીને ટ્રોલ કરાયા હતા.

પ્રકાશ તિવારી નામના યૂઝરે લખ્યું હતું કે “ફવાદ ચૌધરીની હરકતો પણ તેના નામ જેવી જ છે. ટમેટા અને રોટી વેચનાર પૈસા વિશે પૂછી રહ્યા છે.”

પ્રણવ મહાજન એ લખ્યું, “એક વ્યક્તિ તેની દ્રષ્ટિ અને ચરિત્રની રીતે સંપૂર્ણ દુનિયાને પણ જુએ છે. તમે જે કરો છો આપ આપની આસપાસ પણ એ જ પ્રકારની દુનિયા જોવાની કોશિશ કરો છો.”

શુભમ ડોગરાએ ટ્વીટ કરી કે, “તેઓ માટે વધુ એક વસ્તુ, કે પીએમ મોદી 23-24 ઑગસ્ટ યૂએઇ જશે. જ્યાં તેમને દેશના સર્વોચ્ચ સમ્માન ઑર્ડર ઑફ ઝાયેદથી સમ્માનિત કરાશે.”

પ્રણવ મહાજન એ લખ્યું હતું કે “ હવે તેઓ તેમની પણ કિંમત પૂછશે અને તેઓની ઔકાત 100 રૂપિયાનું શીલ્ડ લેવાની પણ નથી.”

સમીર નામના યૂઝરએ લખ્યું, “શું તમે એવું કહેવા માંગો છો કે, મુસ્લિમો થોડાક પૈસા માટે પોતાની આત્મા પણ વેચી નાંખે છે?”

લલિયાએ ટ્વીટ કરી કે, “તારું અપમાન તો પાકિસ્તાની લોકો ફ્રીમાં કરી રહ્યા હતા.”

મોહમ્મદ સાઝિદ ડારએ લખ્યું કે, “પૈસાની વાત ના કરો સાહેબ. જે વસ્તુ આપની પાસે નથી તે વિશે વાત ના કરવી જોઇએ.”

આદિત્ય રાજ કૌલએ ટ્વીટ કરી કે, “ફવાદ તમે પ્યાર અને ઇજ્જત એ રીતે જ નથી ખરીદી શકતા જે રીતે તમે કાશ્મીર નથી લઇ શકતા જે ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.”

મનીષ જોશીએ લખ્યું કે, “આપને દરેક મુસ્લમાન લાંચિયો કેમ લાગે છે?, ભાઇ તમારા દેશના મુસ્લિમો 2-2 રૂપિયામાં વેચાતા હશે. મારા દેશના નહીં.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.