1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીનો ભૂટાન પ્રવાસ – બોલ્યા – ભૂટાનનું પાડોશી દેશ હોવું અમારું સૌભાગ્ય
PM મોદીનો ભૂટાન પ્રવાસ – બોલ્યા – ભૂટાનનું પાડોશી દેશ હોવું અમારું સૌભાગ્ય

PM મોદીનો ભૂટાન પ્રવાસ – બોલ્યા – ભૂટાનનું પાડોશી દેશ હોવું અમારું સૌભાગ્ય

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ભૂટાનના બે દિવસીય પ્રવાસ પર છે. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ અને પીએમ મોદીએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે બીજા કાર્યકાળની શરૂઆતમાં ભૂટાનની મુલાકાત મારા માટે સૌભાગ્યની વાત છે. ભૂટાન અમારો પાડોશી દેશ છે એ અમારું સૌભાગ્ય છે. બન્ને દેશો એકબીજા સાથે હાથ મીલાવીને આગળ વધી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ ભૂટાનના પીએમ સાથે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે 130 કરોડ ભારતીયોના દિલોમાં ભૂટાનનું વિશેષ સ્થાન રહેલું છે. હું અત્યંત ખુશી અનુભવું છું કે બીજા કાર્યકાળની શરૂઆતમાં જ હું ભૂટાનની મુલાકાતે આવ્યો છું.

PM મોદીએ કહ્યું હતું કે અમને ખુશી થાય છે કે ભૂટાનમાં આજે અમે રુપે કાર્ડ લૉન્ચ કર્યું છે. તેનાથી વેપારમાં મદદ મળશે અને અમારી વિરાસત પણ મજબૂત થશે. ભૂટાનમાં પીએમ મોદી અને પ્રધાનમંત્રી શેરિંગ એ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું.

જણાવી દઇએ કે ભૂટાનના વડાપ્રધાનએ પીએમ મોદીનું પારો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે 10 કરાર પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.