in ,

સોમાલિયાની હોટલમાં આતંકી હુમલો, 26 નાં મોત, 56 ઘાયલ

સોમાલિયાની એક હોટલમાં આતંકવાદી સંગઠન અલ શબાબે એક આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો અને સાથોસાથ બંદુકથી અંધાધૂધ ગોળીબાર પણ કર્યો હતો. આ આ આતંકી હુમલામાં 26 લોકોનો મોત નિપજ્યા છે અને 56 થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં સુરક્ષાદળોએ સ્થિતિને કાબૂમાં કરી છે અને અંતિમ આતંકવાદી પણ માર્યો ગયો છે.

સુરક્ષા અધિકારી મોહમ્મદ અબ્દીવેલીએ જણાવ્યું હતું કે હોટલમાં લોકોના શવ અને ઘાયલો છે. આ હુમલામાં જાનહાનિ અંગે હજુ ચોક્કસ માહિતી ના આપી શકાય પરંતુ 26 લોકોના મોત થયા છે અને 56 થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલામાં ચાર બંદુકધારી સામેલ છે અને મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે.

એક આત્મઘાતી હુમલાખોરે કિસમાયો શહેરની મેદિના હોટલમાં વિસ્ફોટકોથી ભરેલું વાહન ઘૂસાડ્યું હતું અને ત્યારબાદ હથિયારોથી સજ્જ બંદૂકધારીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. વિસ્ફોટ ખૂબ જ ભીષણ હતો.

અલકાયદાથી જોડાયેલા સમૂહ અલ શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. અગાઉ પણ આ આતંકી સંગઠન અનેક આતંકી હુમલાને અંજામ આપી ચૂક્યું છે. મૃતકોમાં સામાજિક કાર્યકર ઉપરાંત એક પત્રકાર પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આસામ રાજ્યમાં પુરની સ્થિતી યથાવતઃ8 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

બૉક્સ ઓફિસ પર કબીર સિંહનો જાદુ યથાવત્, આર્ટિકલ 15 એ પણ કરી આટલી કમાણી