in , ,

સુદાનની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 18 ભારતીયો સહિત 23નાં મોત, 130 ઘાયલ

  • ઇંધણનું ટેન્કર અનલોડ કરવા સમયે થયો ભયાનક વિસ્ફોટ
  • આ વિસ્ફોટમાં 18 ભારતીયો સહિત કુલ 23નાં મોત
  • ઇજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલમાં કરાયા દાખલ

સુદાનની રાજધાની ખાર્તૂમમાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 18 ભારતીયોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમને હમણાં જ સલૂમી સ્થિત એક ફેક્ટરીમાં વિસ્ફોટની જાણકારી પ્રાપ્ત થઇ છે. આ દુર્ઘટનામાં 18 ભારતીયોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ વિસ્ફોટમાં કુલ 23 લોકોના મોત થયા છે, જ્યારે 130 લોક ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારતીય મિશન એ પણ આ બાબતની જાણકારી આપી છે. સલોમી ફેક્ટરીમાં એક ઇંધણ ભરેલો ગેસ અનલોડ કરવા સમયે આ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટના બાદ સેન્ટ્રલ કમિટિ ઑફ સુદાન ડૉક્ટર્સે પીડિતોની મદદ માટે સોશિયલ મીડિયા પર પણ અપીલ કરી છે.

આ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને ખાર્તૂમ, ઉત્તર ખાર્તૂમ તેમજ ઓમ્ડર્મન શહેરોની પાંચ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિસ્ફોટ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. આ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને અફરાતફરી પણ મચી હતી. આ દુર્ઘટના બાદ ફેક્ટરી ખાલી કરાવાઇ છે અને કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો.

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે સરકારે નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરવાની અપીલ કરી છે.

– સંકેત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને ન્યૂયોર્કમાં યૂનિસેફ સ્નો ફ્લેક બૉલમાં ‘ડેની કેય હ્યૂમિનિટેરીયન એવોર્ડ’ એનાયત

Rape-accused Nithyananda buys island near Ecuador, sets up own nation Kailaasa