1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયા જતી એર કેનેડા ફ્લાઇટમાં દુર્ઘટના, 35 યાત્રિકો ઘાયલ
ઓસ્ટ્રેલિયા જતી એર કેનેડા ફ્લાઇટમાં દુર્ઘટના, 35  યાત્રિકો ઘાયલ

ઓસ્ટ્રેલિયા જતી એર કેનેડા ફ્લાઇટમાં દુર્ઘટના, 35 યાત્રિકો ઘાયલ

0

અમેરિકાના વાનકુવરથી સિડની માટે ઉડાન ભરનાર બોંઇગ 777-200 એક મોટી દુર્ઘટનાનું ભોગ બનતા બચી ગયું હતું. વિમાન ઉડાન ભર્યાની થોડીક ક્ષણોમાં જ 36000 ફૂટની ઊંચાઇ પર અચાનક ખતરનાક ટર્બ્યુલન્સમાં ફસાઇ ગયું હતું. આ જ કારણોસર વિમાનમાં સવાર 35 જેટલા યાત્રિકો ઘાયલ થયા છે. જાણકારી મુજબ વિમાનમાં 269 યાત્રિકો અને 15 ક્રૂ સભ્યો હતા.

આ દુર્ઘટના બાદ એરલાઇન્સ દ્વારા નિવેદન જારી કરાયું હતું કે યાત્રિકોની સુરક્ષા એ જ કંપનીની મુખ્ય પ્રાથમિકતા છે. જો કે ટર્બ્યુલન્સમાં સર્જાયેલી ખામી બાદ તુરંત જ પાઇલટે સમય સતર્કતા દાખવીને વિમાનનું હોનોલુલુ એરપોર્ટ પર આપાતકાલીન લેન્ડિંગ કરાવ્યું હતું. ઘાયલ યાત્રિકોને હાલ તો સારવાર માટે ખસેડાયા છે.

એર કેનેડાના પ્રવક્તા એંજેલાએ દુર્ઘટના વિશે કહ્યું હતું કે વાનકુવરથી સિડની જઇ રહેલા વિમાન પૂર્વાનુમાન વગર વાયુમંડળમાં ટકરાયું હતું. આ જ કારણોસર વિમાનનું સંતુલન ખોરવાયું હતું અને કેટલાક યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં યાત્રિકો ઉપરાંત ક્રૂના સભ્યો પણ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તમાં બાળકો અને વૃદ્વો સામિલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.