in , ,

મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ટ્રમ્પને 44 સાંસદોની રજૂઆત, ભારતને ફરી GSP દરજ્જો આપે

અમેરિકાના 44 પ્રભાવશાળી સાંસદોએ ટ્રમ્પ પ્રશાસનને ભારતને GSP વ્યાપાર કાર્યક્રમમાં સામેલ કરવાની માંગ કરી છે. ટ્રમ્પ પ્રશાસને જૂન મહિનામાં ભારતને ‘જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રિફરેંસ’ (GSP)થી બહાર રાખ્યું છે. જીએસપી અંતર્ગત ભારતને અમેરિકા સાથે વેપારમાં પસંદગી મળી છે.

જીએસપી અમેરિકાનો સૌથી મોટો વ્યાપાર કાર્યક્રમ છે જેના લાભાર્થી દેશોને અમેરિકામાં હજારો ઉત્પાદોની નિકાસમાં ડ્યૂટીથી છૂટ મળે છે. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રૉબર્ટ લાઇત્ઝરને લખેલા પત્રમાં સાંસદોએ કહ્યું કે અમેરિકી ઉદ્યોગો માટે બજાર ઉપલબ્ધ કરાવવું પડશે અને તેમાં કોઇ નાના મુદ્દાઓ આડે ના આવવા જોઇએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરના રોજ હ્યૂસ્ટનમાં મુલાકાત કરશે અને આ મુલાકાત દરમિયાન જીએસપી સહિત વ્યાપારના અનેક વિલંબમાં રહેલા મુદ્દાઓ પર એલાન થાય તેવી શક્યતા છે.

કોંગ્રેસી જિમ હાઇમ્સ અને રૉન એસ્ટેસના નેતૃત્વમાં ભારતને જીએસપી દરજ્જા દેવાની માંગના પત્ર પર 26 ડેમોક્રેટ્સ અને 18 રિપબ્લિકન્સે હસ્તાક્ષર કર્યા છે. સાંસદોએ ભારતથી આયાત થતા સામાન પર જીએસપી પર લાભ દેવાનું પુરજોર સમર્થન કર્યું હતું.

GSP કોલિશનના એક્ઝક્યૂટિવ ડાયરેક્ટર ડૈન એંથનીએ કહ્યું હતું કે ભારતનો જીએસપી દરજ્જો ખતમ થયા બાદ અમેરિકી કંપનીઓ કોંગ્રેસને સતત ડૉલર્સ અને નોકરીઓમાં થનારા નુકસાન વિશે બતાવી રહી છે.