1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં હિંસા: નાગરિકોની સુરક્ષા માટે વિવિધ રાજ્યોમાં 17 હજાર સૈનિકો તહેનાત
અમેરિકામાં હિંસા: નાગરિકોની સુરક્ષા માટે વિવિધ રાજ્યોમાં 17 હજાર સૈનિકો તહેનાત

અમેરિકામાં હિંસા: નાગરિકોની સુરક્ષા માટે વિવિધ રાજ્યોમાં 17 હજાર સૈનિકો તહેનાત

0

કોરોના સંકટ વચ્ચે અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોત બાદ અમેરિકામાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. અમેરિકાના અંદાજે 140 શહેરોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. હિંસાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે દેશના 24 રાજ્યોમાં અંદાજે 17,000 સૈનિકો તહેનાત કરી દીધા છે.

વ્હાઇટ હાઉસે આ અંગે જણાવ્યું હતું કે, હિંસા, લૂંટ, અરાજક્તા અને નુકસાનને સાંખી નહીં લેવાય. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈલી મૈકનૈનીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરી છે કે, અમે અમેરિકાના રસ્તાઓ પરજે થઇ રહ્યું છે તે મંજૂર નથી. આ ગુનાહિત કૃત્ય પ્રદર્શન નથી અને ન તો અભિવ્યક્તિની રીત છે. આ માત્ર ગુનો છે જે નિર્દોષ અમેરિકાના નાગરિકોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

સૈનિકો તહેનાત કરવા અંગે માહિતી આપતા પ્રેસ સચિવે જણાવ્યું હતું કે, 24 રાજ્યોમાં નેશનલ ગાર્ડના અંદાજે 17,000 સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ 3,50,000 ગાર્ડ ઉપલબ્ધ છે અને હિંસાને રોકવા માટે પગલાં લેવામાં આવશે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.