1. Home
  2. ગુજરાતી
  3. બગદાદ એરપોર્ટ પાસે અમેરિકા દ્વારા રોકેટ હુમલો, ઇરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8નાં મોત
બગદાદ એરપોર્ટ પાસે અમેરિકા દ્વારા રોકેટ હુમલો, ઇરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8નાં મોત

બગદાદ એરપોર્ટ પાસે અમેરિકા દ્વારા રોકેટ હુમલો, ઇરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8નાં મોત

0
  • ઇરાકના બગદાદ એરપોર્ટ પાસે રોકેટ મારફતે કરાયો હુમલો
  • આ હુમલામાં ઇરાનના કમાન્ડર સુલેમાની સહિત 8નાં મોત
  • US દ્વારા આ રોકેટ હુમલો કરાયો હોવાનો દાવો

ઇરાકના બગદાદ એરપોર્ટ પાસે રોકેટથી હુમલો થયો છે. આ રોકેટ હુમલામાં કુલ 8 લોકોના મોત નિપજ્યાં છે. ઇરાકના સુરક્ષા અધિકારી દ્વારા આ જાણકારી અપાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઇરાકના એરપોર્ટ પાસે કુલ 3 રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. રોકેટ હુમલાને કારણે આસપાસના વાહનોમાં પણ આગ લાગી ગઇ હતી. આ હુમલામાં ઇરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીનું પણ મોત થયું છે.

જણાવી દઇએ કે બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ઇરાન સમર્થિત હુમલા બાદ અમેરિકા સાથે તણાવ વચ્ચે આ હુમલો થયો છે. નવા વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પ એ ઇરાનને સખત અંદાજમાં ધમકી પણ આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યો હતો, તે દરમિયાન અમેરિકાએ આ હવાઇ હુમલો કર્યો હતો. આ હુમલામાં સુલેમાની ઉપરાંત પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના ડેપ્યૂટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસનું પણ મોત થયા હોવાની ખબર છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.