1. Home
  2. ગુજરાતી
  3. આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન 2020માં વિશ્વના સૌથી ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં સામેલ
આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન 2020માં વિશ્વના સૌથી ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં સામેલ

આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન 2020માં વિશ્વના સૌથી ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં સામેલ

0
  • ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પાકિસ્તાન જવાનું વિચારતા હોવ તો હવે ના વિચારતા
  • વર્ષ 2020ના સૌથી ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં હવે પાકિસ્તાન સામેલ
  • પાકિસ્તાન સિવાય , દક્ષિણ સુડાન, સોમાલિયા, યમન, સીરિયા પણ સામેલ

આતંકીઓને શરણાગતિ આપીને ભારતમાં ઘૂષણખોરી કરાવવાનું નાપાક કામ કરતું પાકિસ્તાન વધુ એકવાર બદનામ થયું છે. પાકિસ્તાન હવે વિશ્વના સૌથી ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં સ્થાન પામ્યું છે. SOS નામની આંતરરાષ્ટ્રીય રિસ્ક એડવાઇઝ્ડ કંપની દ્વારા આ પ્રકારની એક સૂચી તૈયાર કરવામાં આવી છે.

કંપની આ કામ એવી રીતે કરી છે કે તે દર વર્ષે જે પ્રદેશો પ્રવાસીઓ માટે વધુ જોખમી હોય તેની મુલાકાત લે છે. આ પ્રકારના સ્થળોએ સુરક્ષા ઉપરાંત મેડિકલ તેમજ રોડ સેફ્ટી અંગેની પણ ચકાસણી કરી છે. ત્યાં કોઇ મેડિકલ અને રોડ સેફ્ટી પર કોઇ ધ્યાન નથી આપતું. કંપનીએ તાજેતરમાં બહાર પાડેલી યાદીમાં જે 13 દેશોના નામ સામેલ છે તે તમામ દેશ વર્ષ 2020માં પણ સૌથી ખતરનાક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાન પામ્યા છે. આપને જણાવી દઇએ કે થોડાક સમય અગાઉ અમેરિકાના પૂર્વ સંરક્ષણ સંચિવ જેમ્સ મેટિસે પણ પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો હતો.

આ યાદી જાહેર કરતા પહેલા આ એજન્સીએ વિશ્વના 198 દેશોના અલગ અલગ ક્ષેત્રનું મૂલ્યાંકન કર્યું હતું. તાજેતરમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં જે 13 દેશોના નામ સામેલ કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના આફ્રિકન દેશો છે. આ યાદીમાં પાકિસ્તાન સિવાય માલીનું સ્થાન સૌથી ટોચ પર છે. ત્યાર બાદ અનુક્રમે લિબિયા, નાઇજીરિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકન, દક્ષિણ સુડાન, સોમાલિયા, યમન, સીરિયા, અફઘાનિસ્તાન, યુક્રેન, ઇરાક, ઇઝરાયલ,  અને અંતમાં પાકિસ્તાનનું નામ સામેલ છે. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.