1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા નોકરી માટે ગયેલા 145 ભારતીયોને ડિપોર્ટ કરાયા, ગેરકાયદે ઘૂસ્યા હોવાનો હતો આરોપ
અમેરિકા નોકરી માટે ગયેલા 145 ભારતીયોને ડિપોર્ટ કરાયા, ગેરકાયદે ઘૂસ્યા હોવાનો હતો આરોપ

અમેરિકા નોકરી માટે ગયેલા 145 ભારતીયોને ડિપોર્ટ કરાયા, ગેરકાયદે ઘૂસ્યા હોવાનો હતો આરોપ

0
  • અમેરિકામાંથી 145 ભારતીયોને ભારત ડિપોર્ટ કરાયા
  • અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો હતો આરોપ
  • 145 ભારતીયોને ડિટેન્શન સેન્ટરમાં રખાયા હતા

અમેરિકા જઇને ડૉલરમાં કમાણી કરવાનું ઘેલુ હજુ પણ યુવાવર્ગમાં જોવા મળી રહ્યું છે પરંતુ યુએસ જઇને ડૉલર કમાવાની ઘેલછા ક્યારેક ગંભીર પરિણામો પણ નોતરી શકે છે. હકીકતમાં, રૂ.રપ લાખ ખર્ચીને ગેરકાયદે અમેરિકા ગયેલા ૧૪પ ભારતીયને અમેરિકાએ દેશનિકાલ કરીને ભારત પરત મોકલી દીધા છે. આ ભારતીયો જ્યારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમના હાથ અને પગ બાંધેલા હતા. વિમાનમાંથી ઊતરતાં પહેલાં જ તેમના હાથ-પગ ખોલી નાખવામાં આવ્યા હતા.

આ દરેક ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના આરોપમાં ઇમિગ્રેશન અધિકારીઓએ પકડી લીધા હતા અને ગેરકાયદે વિદેશીઓ માટે બનેલા ડિટેન્શન સેન્ટરમાં તેમને કેદ કરી લેવાયા હતા.

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 145 ભારતીયોમાં ત્રણ મહિલાઓ પણ હતી. તે ઉપરાંત 25 બાંગ્લાદેશીઓને પણ ડિપોર્ટ કરાયા હતા. 24 કલાકની લાંબી સફરને કારણે તેઓના ચહેરા પર થાક વર્તાતો હતો. ભારતીયોને કેટલાય દિવસ સુધી અમેરિકામાં ભૂખ્યા રહેવું પડ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.