in ,

બ્રાઝિલના અમેઝોન જંગલમાં વૃક્ષોના સફાયાએ એક દાયકાનો રેકોર્ડ તોડ્યો

  • બ્રાઝિલના અમેઝોન જંગલમાં લાગેલી વિકરાળ આગનું વરવું પરિણામ
  • એક વર્ષમાં વૃક્ષોના સફાયાએ એક દાયકાનો રેકોર્ડ તોડ્યો
  • જુલાઇ 2019 સુધી 10,000 વર્ગ કિલોમીટરની જગ્યા વૃક્ષો રહિત થઇ

બ્રાઝિલ દ્વારા અમેઝોન જંગલોમાં વૃક્ષોની સ્થિતિને લઇને રિપોર્ટ જારી કરાયો હતો. જે મુજબ અમેઝોનના જંગલમાં જુલાઇ 2019 સુધી કુલ 10,000 વર્ગ કિલોમીટરથી વધુની જગ્યા વૃક્ષોરહિત થઇ ચૂકી છે. ગત એક દાયકમાં આ વૃક્ષોના નિકંદનની સૌથી મોટી સંખ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ રિસર્ચ અનુસર ઉપગ્રહથી એકત્ર કરાયેલા આંકડાઓમાં સામે આવ્યું છે કે 12 મહિનાની અવધિમાં 9762 વર્ગ કિલોમીટર ક્ષેત્રના વૃક્ષો ખતમ થઇ ચૂક્યા છે. પહેલાની તુલનાએ તે 29.5 ટકા વધુ છે.

INPA તરફથી સંશોધિત આંકડાઓ જારી થયા બાદ મોટા પાયે વૃક્ષોનો સફાયો થયો હોવાનું માલુમ પડે છે. વિશ્વના સૌથી મોટા જંગલમાં વૃક્ષોના નિકંદનમાં 43 ટકાનો વધારો થયો છે. જુલાઇમાં પૂર્ણ થનાર 12 મહિનાની અવધિમાં 10,100 વર્ગ કિલોમીટર ક્ષેત્રના વૃક્ષો સાફ થઇ ચૂક્યા છે. તેની તુલનાએ ઑગસ્ટ 2017થી જુલાઇ 2018 વચ્ચે 7033 વર્ગ કિલોમીટર ક્ષેત્રના વૃક્ષો ખતમ થઇ ચૂક્યા છે. વર્ષ 2008 બાદ વૃક્ષોના ખતમ થવાન આ સૌથી મોટી ઘટના છે. આ વર્ષની શરૂઆતમાં જંગલમાં લાગેલી વિકરાળ આગને કારણે જંગલમાં મોટા ભાગના વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Maharashtra politics: Nagpur police summons Fadnavis

નાથુરામ ગોડસે પર વિવાદાસ્પદ નિવેદનને લઇને પ્રજ્ઞા ઠાકુરે માફી માંગી