1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસ: ચીનમાં મૃતકોની સંખ્યા 1000ને પાર, 42000 લોકો સંક્રમિત
કોરોના વાયરસ: ચીનમાં મૃતકોની સંખ્યા 1000ને પાર, 42000 લોકો સંક્રમિત

કોરોના વાયરસ: ચીનમાં મૃતકોની સંખ્યા 1000ને પાર, 42000 લોકો સંક્રમિત

0
  • ચીનમાં હજુ પણ કોરોના વાયરસની દહેશત યથાવત્
  • અત્યારસુધી ચીનમાં કુલ 1000થી વધુ લોકોના મોત
  • 42000 જેટલા લોકો આ વાયરસથી સંક્રમિત

ચીનમાં કોરોના વાયરસની દહેશત દિવસે દિવસે વધી રહી છે અને અત્યારસુધી કુલ મૃતકોનો આંક 1000 ને પાર કરી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર આ વાયરસથી ચીનમાં અત્યારસુધી કુલ 1011 લોકોના મોત નિપજ્યા છે. આ વાયરસથી પીડિતોની સંખ્યા 42,300 પર પહોંચી ચૂકી છે. કોરોના વાયરસથી થયેલા મોતનો આંક વર્ષ 2003માં ફેલાયેલા સીવિયર અક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમથી થયેલા મોતથી પણ વધારે છે, જ્યારે કુલ 774 લોકોના મોત નિપજ્યા હતા.

આ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ કોરોના વાયરસ પર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે થયેલા પ્રયાસોનું નિરીક્ષણ કરવા માટે સોમવારે માસ્ક પહેરીને બેઇજીંગની મુલાકાત લીધી હતી. આ સમયે જિનપિંગે કહ્યું હતું કે હાલમાં સ્થિતિ ગંભીર છે પરંતુ ચીન આ મહામારી પર કોઇ રીતે જીત હાંસલ કરશે. હાલમાં તેના નેતૃત્વમાં આ સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.

ચીનની તિયાનજિન યુનિવર્સિટીમાં કોરોના વાયરસની તપાસ માટે એક નવો ટેસ્ટનો વિકાસ કર્યો છે. તેમાં માત્ર 15 મિનિટની અંદર જ રિપોર્ટ આવી જશે. તેનાથી બીમારીના સંભવિત દર્દીઓની તપાસ જલ્દી થશે અને સમયની પણ બચત થશે. તિયાનજિન યુનિવર્સિટીએ બેઇજિંગ બાયોટેક કંપની સાથે મળીને આ તપાસ માટેની કિટનું નિર્માણ કર્યું છે. હાલમાં આ તપાસ કિટનું ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ સ્વાસ્થ્ય નિયામક દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.