1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનમાં સરકારી હોસ્પિટલ પાસે વિસ્ફોટ, 7નાં મોત, 85 ઘાયલ
અફઘાનિસ્તાનમાં સરકારી હોસ્પિટલ પાસે વિસ્ફોટ, 7નાં મોત, 85 ઘાયલ

અફઘાનિસ્તાનમાં સરકારી હોસ્પિટલ પાસે વિસ્ફોટ, 7નાં મોત, 85 ઘાયલ

0

અફઘાનિસ્તાનના જાબુલ પ્રાંતમાં એક સરકારી હોસ્પિટલ પાસે એક ટ્રકમમાં બૉમ્બ વિસ્ફોટ થવાથી 7 લોકોના મોત થયા હતા, જ્યારે 85 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. વિસ્ફોટ સવારે છ વાગ્યાની આસપાસ થયો હતો અને આ વિસ્ફોટને કારણે અનેક ઓફિસો અને ઘરોને ભારે નુકસાન થયું છે.

રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલય કાર્યાલય હોસ્પિટલની બાજુમાં છે, જો કે અધિકારીઓ અનુસાર આ દુર્ઘટનામાં એનડીએસના કોઇ કર્મચારીના મરવાના કે ઘાયલ થવાના સમાચાર નથી.

તાલિબાને હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે તેનો નિશાનો એનડીએસ કાર્યાલય હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.