1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાનભરના મુસ્લિમો આ કારણોસર કરી રહ્યા છે હજયાત્રાના વિરોધ
દુનિયાનભરના મુસ્લિમો આ કારણોસર કરી રહ્યા છે હજયાત્રાના વિરોધ

દુનિયાનભરના મુસ્લિમો આ કારણોસર કરી રહ્યા છે હજયાત્રાના વિરોધ

0

સાઉદી અરેબિયામાં આવેલા મુસ્લિમોના પવિત્ર તીર્થસ્થળ મક્કામાં દર વર્ષે યોજાતી હજયાત્રાનો આ વખતે ખુદ મિસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે. આ એક ચોંકાવનારી બાબત છે, કારણ કે સાઉદી અરેબિયાના શાસક પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજયાત્રાને વધુ સરળ બનાવવા માટે અનેક પગલાંઓ ભર્યા છે. તો પછી આ વિરોધ પાછળનું કારણ શું? જો ઊંડાણપૂર્વક નજર કરીએ તો અનેક ચોંકવનારી વાતો સામે આવી રહી છે.

રાજકીય દાવપેચોથી ધાર્મિક યાત્રામાં અનેક વિધ્નો
સાઉદી અરેબિયામાં પ્રવર્તમાન સમયમાં રાજકારણ ગરમાયું છે અને રાજનીતિમાં અનેક દાવપેચ પણ રમાઇ રહ્યા છે. પ્રિંસ સલમાન સાઉદી અરેબિયાના વિકાસ માટે જે નીતિનું અમલીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે નીતિથી અનેક મુસ્લિમો અને ઇસ્લામ સંગઠન નાખુશ છે. જણાવી દઇએ કે ગત વર્ષથી જ હજયાત્રાના વિરોધના નારા ગુંજ્યા હતા. ગત એપ્રિલ મહિનામાં જ્યારે લિબિયાના સુની મૌલવી ગ્રેંડ મુફ્તી સાદિક અલ ધરીઆઇને તેનો બહિષ્કાર કરવાનું લોકોને આહવાન કર્યું ત્યારે દુનિયાભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બીજી વાર હજયાત્રાને મૌલવીએ ઇસ્લામ ધર્મમાં પાપ ગણાવ્યું હતું. જો કે વિરોધ પાછળ કંઇક અલગ જ કારણ છે.

હજયાત્રાથી સાઉદી અરેબિયા બની રહ્યું છે ધનવાન
હજના પ્રવર્તમાન વિરોધ પાછળનું મુખ્ય કારણ એ છે કે દર વર્ષે હજયાત્રા દરમિયાન હજારો અને લાખો મુસ્લિમો પોતાના પૈસા સાઉદી અરેબિયાને આપે છે. તેને કારણે સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાને મોટા પ્રમાણમાં ફાયદો થાય છે.

હજના પૈસાથી ગુનાખોરીનું પ્રમાણ વધવાનો દાવો
લીબિયાના મૌલવીનો આરોપ છે કે હજથી મળતા પૈસાથી અર્થવ્યવસ્થા મજબૂત થવાની સાથોસાથ તેનો ઉપયોગ સાઉદી અરેબિયામાં દહેશત ફેલાવા માટે પણ થાય છે.
સાઉદી અરેબિયા પર આરોપ છે કે હજના પૈસાથી સાઉદી અરેબિયા હથિયારોની ખરીદી કરી રહ્યું છે. આ હથિયારોના ઉપયોગથી સીરિયા, લીબિયા, ટ્યૂનીશિયા, સૂડાન અને અલ્જીરિયા જેવા દેશોમાં લોકોમાં ડર અને દહેશતનો માહોલ ઉભો કરવામાં આવે છે. આ જ તર્કને ધ્યાનમાં રાખીને મૌલવીએ દુનિયાભરના મુસ્લિમોને હજયાત્રા ના કરવાનું આહવાન કર્યું છે અને ગુનાખોરીની પ્રવૃત્તિને વેગ આપતા આ દેશની મદદ કરવાની પણ ના પાડી છે.

સાઉદી અરેબિયા દ્વારા દહેશતના માહોલનું સર્જન
એક રિપોર્ટ અનુસાર યમનમાં સાઉદી અરેબિયા દ્વારા સપ્લાય કરાયેલા બોમ્બથી સતત હુમલાઓને અંજામ અપાઇ રહ્યો છે. તેના કારણે હજારો લોકોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબિયા અનેક વિસ્તારોમાં દહેશત ફેલાવાનું કામ કરી રહ્યું છે. જેમાં હજથી મળતા નાણાં ભંડોળની મહત્વની ભૂમિકા છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે અંદાજે 23 લાખ હજ યાત્રીઓ મક્કાની હજયાત્રા કરે છે. તેનાથી સાઉદી અરેબિયાને અબજો રૂપિયાનો વ્યાપાર થાય છે. આ જ મામલાને કારણે સાઉદી અરેબિયાના રિયાદના પ્રિન્સ સાથે સંબંધોમાં પણ ભંગાણ પડ્યું છે. બીજી તરફ યુએનના એક અહેવાલ મુજબ અરબના દેશોમાં હોસ્પિટલ, લગ્ન પ્રસંગો, બાળકોની સ્કૂલબસને બોમ્બથી નિશાન બનાવાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે સાઉદી અરેબિયાએ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી આવશ્યક છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.