1. Home
  2. ગુજરાતી
  3. બ્રાઝિલમાં થયો વિશ્વવિક્રમ: 700 કિલોમીટર લાંબો વીજળીનો શેરડો નોંધાયો
બ્રાઝિલમાં થયો વિશ્વવિક્રમ: 700 કિલોમીટર લાંબો વીજળીનો શેરડો નોંધાયો

બ્રાઝિલમાં થયો વિશ્વવિક્રમ: 700 કિલોમીટર લાંબો વીજળીનો શેરડો નોંધાયો

0

કુદરત અનેક અજાયબીથી ભરપૂર છે. હવે તો વીજળીના પણ રેકોર્ડ થાય છે. જી હા, આકાશમાં થતી વીજળી અંગે એક નવો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં સૌથી લાંબા સમય સુધી અને લાંબા અંતરના ફ્લેશ રેકોર્ડ કરવામાં આવ્યા હતાં. યુનાઇટેડ નેશન્સના હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આ બે કેટેગરીમાં ગત વર્ષે રેકોર્ડ કરવામાં આવેલા આ ફ્લેશ વર્લ્ડ રેકોર્ડ છે.

આ મેગા ફ્લેશ અગાઉના રેકોર્ડથી વધુ મોટા અને વધુ અંતર પસાર કરનારા હતા તેવું વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાંતોએ જણાવ્યું હતું.દક્ષિણ બ્રાઝિલમાં ગત વર્ષે 21 ઓક્ટોબરે આકાશમાં થયેલી વીજળીની લંબાઇ 700 કિમી હતી. એટલે કે વીજળીની લંબાઇ બોસ્ટનથી વોશિંગ્ટન તથા લંડનથી સ્વિટ્ઝરલેન્ડના બ્રસેલ્સ જેટલી હતી.

આ ઉપરાંત 4 માર્ચ, 2019ના રોજ થયેલી વીજળીનો સમય 16.73 સેકન્ડ નોંધવામાં આવ્યો હતો. આ અગાઉ જૂન, 2017માં થયેલી વીજળીનો સમય 321 કિમી લાંબી વીજળી નોંધવામાં આવી હતી. ઓગસ્ટ, 2012માં દક્ષિણ ફ્રાન્સમાં 7.74 સેકન્ડ સુધીનું રેકોર્ડ અત્યાર સુધીનો સૌથી વધારે હતો. ઉલ્લેખનીય છે કે 28 જૂને ઇન્ટરનેશનલ લાઇટિંગ સેફ્ટી ડે મનાવવામાં આવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.