1. Home
  2. ગુજરાતી
  3. કોરોના સામે લડવા માટે ADBએ ભારત સરકારને 150 કરોડ ડોલરની આર્થિક સહાય કરી
કોરોના સામે લડવા માટે ADBએ ભારત સરકારને 150 કરોડ ડોલરની આર્થિક સહાય કરી

કોરોના સામે લડવા માટે ADBએ ભારત સરકારને 150 કરોડ ડોલરની આર્થિક સહાય કરી

0
  • કોરોના વાયરસને કારણે ભારતીય અર્થતંત્રને પણ મોટો ફટકો
  • અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે હવે વિદેશી સહાય પ્રાપ્ત થશે
  • ADBએ ભારત સરકારને 150 કરોડ ડોલરની આર્થિક સહાય કરી

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે અનેક દેશોના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતમાં પણ કોરોના સંક્રમણને રોકવા માટે લાગૂ કરાયેલા લોકડાઉન બાદ ગતિવિધિઓ ઠપ થઇ જતા અર્થતંત્રમાં મંદીનો માહોલ છે. આ વચ્ચે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે સરકારે બે રાહત પેકેજની જાહેરાત કરી છે અને હવે વિદેશી સહાય પણ મળી રહી છે.

એશિયાના દેશો માટેની બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ આજે ભારતને લોન આપી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ભારત સરકારને કોરોના સામે લડવા માટે 150 કરોડ ડોલરની આર્થિક સહાય આપી છે.

મહત્વનું છે કે આગામી એક સપ્તાહની અંદર સરકારને આ લોન પ્રાપ્ત થાય તેવો અંદાજ છે અને ત્યારબાદ સરકાર કોરોના સામે લડવા માટે તેનો ઉપયોગ કરશે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સરકાર લોકડાઉન સહિતના દરેક પ્રકારના પગલાં ભરી રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.