1. Home
  2. ગુજરાતી
  3. કાબુલ: કારમાં બોમ્બ વિસ્ફોટ, 14નાં મોત, 145 ઘાયલ
કાબુલ: કારમાં બોમ્બ વિસ્ફોટ, 14નાં મોત, 145 ઘાયલ

કાબુલ: કારમાં બોમ્બ વિસ્ફોટ, 14નાં મોત, 145 ઘાયલ

0

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 14 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 145 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં પોલિસ મુખ્યાલયને નિશાન બનાવાયું હતું. તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલય એ પણ આ દાવાની પુષ્ટિ કરી છે.

આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ હુમલા બાદ ગોળીબાર થયો હતો તે વાતનું ખંડન કર્યું હતું. એક ચેક પૉઇન્ટ પર સ્ટેશન બહાર એક ગાડીને રોક્યા બાદ આ વિસ્ફોટ થયો હતો. મુખ્ય શહેરથી દૂર પશ્વિમી વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે.

તાલિબાન એ આ હુમલો ત્યારે કર્યો છે જ્યારે 2 દિવસ અગાઉ પૂર્વ કતરની રાજધાની દોહામાં તાલિબાન સાથે સંયુક્ત રાજ્ય અમેરિકાના વિશેષ પ્રતિનિધિ જલ્માય ખલીલજાદની 8માં ચરણની ચર્ચા સંપન્ન થઇ. ખલીલજાદે આ બેઠકને સકારાત્મક કહી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમેરિકા કોઇપણ હાલતમાં અફઘાનિસ્તાનની ધરતી પર તાલિબાનના કબ્જા ધરાવતા વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય આતંકવાદનો અડ્ડો નહીં બનવા દે.

જણાવી દઇએ કે અગાઉ પણ કાબુલમાં અનેક બોમ્બ વિસ્ફોટ થઇ ચૂક્યા છે. ગત મહિને 1 જુલાઇના રોજ શક્તિશાલી બોમ્બ વિસ્ફોટથી શહેર ધણધણી ઉઠ્યું હતું. કાબુલમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં 34 લોકો મોતને ભેટ્યા હતા જ્યારે 68 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓ દાવો કર્યો હતો કે આતંકવાદીઓ એક નિર્માણાધીન ઇમારતમાં ઘૂસ્યા હતા. સ્થિતિને કાબૂમાં કરવા માટે સુરક્ષાદળો સાથે ગોળીબાર થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.