in , ,

ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ ચીનની પ્રતિક્રિયા આવી સામે, ચીને કહ્યું…

  • ભારત-ચીન વિવાદ, ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ
  • આ પ્રતિબંધ બાદ પ્રથમ વખત ચીનની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી
  • ચીન સમગ્ર મામલા પર નજર રાખી રહ્યું છે અને ચિંતિત છે: ચીન

ભારત-ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં ચાલી રહેલા ઘર્ષણ બાદ ભારતમાં ચીની વસ્તુઓના બહિષ્કારનું ઝુંબેશ વધુ વેગવંતી બની છે. આ વચ્ચે ભારત સરકારે સોમવારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ બાદ ચીન તરફથી પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. ચીન એ મંગળવારે કહ્યું હતું કે તેઓ આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે અને તેને લઇને ચિંતિત પણ છે. હજુ સુધી મામલા વિશે જાણકારી એકત્ર કરી રહ્યા છે. આ પહેલા ચીની મીડિયાએ ભારત પર નિશાન સાધ્યું હતું કે ભારત ચાઇનીઝ સામાન પ્રતિબંધ કરવા માટે અમેરિકા જેવી રણનીતિ અપનાવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને જણાવ્યું કે ચીન આ મામલાને લઇને ઘણું ચિંતિત છે અને સમગ્ર મામલા સાથે સંબંધિત જાણકારી એકત્ર કરી રહ્યું છે. ચીન હંમેશા પોતાની કંપનીઓ પાસેથી અન્ય દેશોના કાયદાનું પૂરું પાલન કરવાની અપેક્ષા કરે છે અને તેના સંબંધિત નિર્દેશ પણ આપે છે. ભારતની જવાબદારી છે કે તેઓ વિદેશી રોકાણકારોના કાયદાકીય અધિકારોનું સન્માન કરે, જેમાં ચીની રોકાણકારો પણ સામેલ છે.

આ વચ્ચે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે પણ ભારતના આ પગલાને અમેરિકા સાથે નિકટના સંબંધો વધારનારું ગણાવ્યું છે. અખબારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ચીનથી માલવેયર, ટ્રોઝન હોર્સ અને રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો બતાવીને આ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચીની વસ્તુઓના વિરોધ વચ્ચે ગુજરાતમાં ચીની ટેબ્લેટ અને ચીની કંપનીઓની જાહેરાત કેમ?

આમિર ખાનના સ્ટાફના સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ