1. Home
  2. ગુજરાતી
  3. ચીનની ચાલ, હવે પેગોંગ લેકથી ચાર કિલોમીટર દૂર નવા રડાર કર્યા ઇન્સ્ટોલ
ચીનની ચાલ, હવે પેગોંગ લેકથી ચાર કિલોમીટર દૂર નવા રડાર કર્યા ઇન્સ્ટોલ

ચીનની ચાલ, હવે પેગોંગ લેકથી ચાર કિલોમીટર દૂર નવા રડાર કર્યા ઇન્સ્ટોલ

0
  • ભારત-ચીન મંત્રણામાં ચીન દ્વારા શાંતિ અને પીછેહઠની વાત
  • બીજી તરફ ચીને કરી અવળચંડાઇ, પેંગોગ પાસે રડાર કર્યા સ્થાપિત
  • આ રડારથી ભારતની દરેક હિલચાલ પર નજર રાખશે ચીન

ભારત-ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવને લઇને ચીન સાથેની ભારતની મંત્રણા બાદ લદ્દાખ સીમા પર તણાવ ભલે ઓછો દેખાઇ રહ્યો હોય પરંતુ ચીન પર સાવ બંધ આંખે ભરોસો કર્યા જેવો નથી.

એક તરફ ચીન ભારત સાથે મંત્રણા કરીને પીછેહઠ અને શાંતિની વાતો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ પોતાની સૈન્ય શક્તિ લદ્દાખ વિસ્તારમાં સતત વધારી રહ્યું છે. એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે ચીને પેગોંગ લેકથી ચાર જ કિલોમીટર દૂર પૂર્વમાં રડાર ઇન્સ્ટોલ કર્યા છે. આ રડાર ઇન્સ્ટોલ કરવાનો હેતુ ભારત પર નજર રાખવાનો છે. ચીને આ રડારનો હવે ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.

ચીન એક તરફ ભારત સાથે શાંતિ સ્થાપિત કરવા માટે વાતો કરી રહ્યું છે અને પાછળથી હવે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારતની હિલચાલની રેકી કરવા માટે બોર્ડર નજીક રહેતા પોતાના નાગરિકોને તૈયાર કરી રહ્યું છે. આ માટે નાગરિકોને જરૂરી સામાન પણ આપવામાં આવી રહ્યો છે. આ સ્થાનિક લોકો ચીનને ભારતની દરેક હિલચાલની ખબર આપતા રહેશે તેવી સંભાવના છે.

મહત્વનું છે કે, તિબેટ વિસ્તારમાં ચીનની સેનાના એન્જિનિયર્સના સમૂહે પણ યુદ્વાભ્યાસ કર્યો છે. જેમાં ચીની એન્જિનિયરોએ 40 મિનિટમાં બ્રિજ બનાવવાની તૈયારીનું નિર્દેશન કર્યું હતું.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.