1. Home
  2. ગુજરાતી
  3. IMF ના મેનેજિંગ ડાયરેક્ટર પદેથી ક્રિસ્ટિન લેગાર્દેનું રાજીનામુ
IMF ના મેનેજિંગ ડાયરેક્ટર પદેથી ક્રિસ્ટિન લેગાર્દેનું રાજીનામુ

IMF ના મેનેજિંગ ડાયરેક્ટર પદેથી ક્રિસ્ટિન લેગાર્દેનું રાજીનામુ

0

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટિન લેગાર્દેને તેના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તે 12 સપ્ટેમ્બર 2019 સુધી પદ પર રહેશે. તે સાથે જ ડેવિડ લિપ્ટનને વચગાળા માટે IMF ના એમડી તરીકે નિયુક્ત કરાયા છે.

ક્રિસ્ટિન લેગાર્દેના રાજીનામાને લઇને એક્ટિઝિક્યુટિવ બોર્ડે કહ્યું હતું કે “IMF એક્ઝિક્યુટિવ બોર્ડે એમડી ક્રિસ્ટિન લેગાર્દેના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. 12 સપ્ટેમ્બર 2019 થી તે લાગુ પડશે. ક્રિસ્ટિને સંસ્થા માટે કરેલા દરેક કામની અમે પ્રશંસા કરીએ છીએ. તેના માર્ગદર્શન અને વડપણ હેઠળ સંસ્થાને તેના સભ્યોને વૈશ્વિક આર્થિક કટોકટી અને તેના પ્રભાવ સહિતના પડકારોનો સામનો કરવામાં સફળતા મળી છે.”

બોર્ડે કહ્યું “IMF એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા ઝડપી રીતે નવા મેનેજિંગ ડાયરેક્ટરની ચૂંટણી માટે પ્રક્રિયાની શરૂઆત કરાશે. એક્ઝિક્યુટિવ બોર્ડને ડેવિડ લિપ્ટન પર વિશ્વાસ છે. પોતાના રાજીનામા પર લેગાર્દે કહ્યું હતું કે “મે કાર્યકારી બોર્ડને જાણકારી આપી છે કે મે મેનેજિંગ ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપ્યું છે. તે 12 સપ્ટેમ્બર 2019 ના રોજ લાગુ થશે.” જણાવી દઇએ કે ક્રિસ્ટિનને યુરોપિયન પરિષદે યૂરોપિયન સેન્ટ્રલ બેંકના અધ્યક્ષ બનાવ્યા છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.