1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસને નાબૂદ કરવા માટે અમેરિકામાં આજથી રસીનું પરીક્ષણ શરૂ
કોરોના વાયરસને નાબૂદ કરવા માટે અમેરિકામાં આજથી રસીનું પરીક્ષણ શરૂ

કોરોના વાયરસને નાબૂદ કરવા માટે અમેરિકામાં આજથી રસીનું પરીક્ષણ શરૂ

0

સમગ્ર દુનિયાને કોરોના વાયરસે ઝપેટમાં લીધી છે ત્યારે બીજી તરફ તેની સામે લડાઇ માટે અનેક ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પણ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી ચૂક્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસીની શોધમાં લાગ્યા છે. આ બધા વચ્ચે અમેરિકામાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. અહીં કોરોના વાયરસની રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવા જઇ રહ્યું છે.

આ અંગે અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પરીક્ષણ પહેલા તેમાં ભાગ લેનારને સોમવારે ક્લિનિકલ રસી આપવામાં આવશે. પરીક્ષણ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ આ ટ્રાયલનું ફન્ડિંગ કરી રહ્યું છે. આ પરીક્ષણ સિએટલના સેન્સર પરમેનેન્ટ વૉશિંગ્ટન હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં થઇ રહ્યું છે. જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે કોઇ પણ સંભવિત વેક્સીનને સંપૂર્ણપણ માન્યતા આપવા માટે એક વર્ષથી 18 મહિના સુધીનો સમય લાગી શકે છે.

ટ્રાયલ વિશે વાત કરીએ તો આ ટ્રાયલ 45 યુવા સ્વયંસેવકો સાથે શરૂ થશે. આ લોકોને NIH અને મૉર્ડનૉ ઇન્કના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવેલી રસી અપાશે. દરેક સ્વયંસેવકને અલગ અલગ પ્રમાણમાં રસી અપાશે. આ રસીમાં વાયરસ ના હોવાથી કોઇપણ સ્વયંસેવકનો સંક્રમણનો ખતરો નથી. આ રસી આપ્યા બાદ તેની કોઇ આડઅસર છે કે નહીં તે જાણવું એ આ ટ્રાયલનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

નોંધનીય છે કે કોરોના વાયરસને વધી રહેલા કહેરના કારણે ન્યૂયૉર્કમાં તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે. જેના કારણે આશરે 11 લાખ બાળકોએ ઘર બેસવું પડ્યું છે. ત્યાં 20 એપ્રિલ સુધી તમામ સ્કૂલો બંધ રહેશે. આ આદેશથી શહેરમાં આવેલી 1900 ખાનગી સ્કૂલો પ્રભાવિત થશે. અનેક ખાનગી સ્કૂલો પહેલાથી જ બંધ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.