1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ, જુલાઇના અંત સુધી હશે આટલા કેસ
પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ, જુલાઇના અંત સુધી હશે આટલા કેસ

પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ, જુલાઇના અંત સુધી હશે આટલા કેસ

0
  • પાકિસ્તાનમાં કોરોના વિસ્ફોટ, કુલ 1 લાખ 40 હજાર લોકો કોરોના સંક્રમિત
  • જુલાઇના અંતમાં પાકિસ્તાનમાં 12 લાખ કોરોના વાયરસના કેસ હોઇ શકે
  • પાકિસ્તાનમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે

પાકિસ્તાન જાણે કે તેના કર્મ અનુસારનું ફળ ભોગવી રહ્યું છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. ઇમરાન ખાનની સરકાર કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ નિવડી છે. દેશભરમાં સેના તહેનાત કરવામાં આવી હોવા છત્તાં ત્યાં પરિસ્થિતિ ચિંતાજનક બની, જુલાઇના અંત સુધીમાં પાકિસ્તાનમાં 12 લાખ કોરોના વાયરસના દર્દીઓ હોઇ શકે છે, તેવી નિષ્ણાતે ચેતવણી ઉચ્ચારી છે.

પાકિસ્તાનની 21 કરોડની વસ્તીમાં એક લાખ અને 40 હજાર લોકો કોરોનાથી સંક્રમિત છે. આગામી સમયમાં કોરોના બોમ્બ ફુટી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. હાલમાં પાકિસ્તાનમાં 1 લાખ અને 40 હજાર લોકો કોરનાથી સંક્રમિત છે અને મૃત્યુઆંક પણ 2700ને પાર થયો છે.

નિષ્ણાતો અનુસાર જૂનના અંતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને 3 લાખ થઇ શકે છે, એટલું જ નહીં જુલાઇના અંતમાં તે સંખ્યા વધીને 12 લાખ થઇ શકે છે, પાકિસ્તાનમાં છેલ્લા બે સપ્તાહથી કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે.

નિષ્ણાતોના મતે ઇમરાન ખાન સરકારે ઇદના સમયમાં પ્રતિબંધોમાં ઢીલ આપી હતી અને અનેક છૂટછાટો આપી હતી જેને કારણે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન નહોતુ કર્યું જેને કારણે ત્યાં કોરોના વાયરસ તેજીથી ફેલાયો હતો.

પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 97 સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા છે, જેથી દેશમાં મૃત્યુઆંક 2729 થઇ ગયો, ત્યાં જ 53,721 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.