in , ,

CORONA VIRUS: જાપાન ખાતે જહાજમાં ફસાયેલા કોરોનાગ્રસ્ત ભારતીયોને પાછા લાવવાની તૈયારી

  • પશ્વિમ બંગાળના બિનોય કુમારને 20 ફેબ્રુઆરી સુધી પરત લવાશે
  • ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિન્સેસના ચાલક બિનોય કોરોનાથી સંક્રમિત
  • બિનોય કુમારે વીડિયો બનાવીને સરકાર પાસે કરી મદદની અપીલ

ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસની ઝપેટમાં અત્યારસુધી વિશ્વના કુલ 29 દેશો આવી ચૂક્યા છે અને તેને કારણે મૃતકાંક 1525 સુધી પહોંચ્યો છે. કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા પણ વધીને 67,079 પહોંચી ગઇ છે. બીજી તરફ જાપાનના કિનારે રહેલા ડાયમંડ પ્રિન્સેસ ખાતે પણ કોરોનાગ્રસ્ત લોકોનો આંક વધી રહ્યો છે. ચાલક બિનોટ પણ ઝપેટમાં આવ્યો છે. તેમણે ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે તેથી કોરોનાગ્રસ્ત બિનોયને ભારત લવાશે.

જાપાનમાં હાલમાં કુલ ત્રણ ભારતીયો કોરોના વાયરસથી અસરગ્રસ્ત છે. આ અંગે જાપાનમાં ભારતીય દુતાવાસે જણાવ્યું હતું કે જહાજમાં સવાર ભારતીય ક્રૂના ત્રીજા સભ્યનો પણ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. અત્યારસુધીમાં જહાજ પર કુલ 218 લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ જહાજ પર 138 ભારતીય સવાર છે.

આ બિનોયને 20 ફેબ્રુઆરી સુધીમાં ભારત પરત લવાશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કેરળમાં કોરોનાનાં 3 કેસ નોંધાયા છે. ત્યારે આ જહાજમાં પણ 3 ભારતીયો કોરોના ગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચીનમાં એક એક ક્ષણે કોરોના વાયરસનો ખતરોઃ-માત્ર 24 કલાકની અંદર જ 143ના મોત

મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે સારા સમાચાર- ટૂંક સમયમાં ધોની જોવા મળી શકે છે મેદાનમાં