1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન એ કોરોના વાયરસને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કર્યો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન એ કોરોના વાયરસને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કર્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન એ કોરોના વાયરસને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કર્યો

0

મગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ એ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ હવે ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ તેને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી છે.

ગ્લોબલ ઇમરજન્સી જાહેર કર્યા બાદ તેનું કારણ જણાવતા WHOના ચીફ ટેડ્રોસ એધાનોમ એ જણાવ્યું હતું કે ચીન સિવાયના દેશોની હાલતને ધ્યાનમાં રાખ્યા બાદ આ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

યુએસ એ પણ તેના નાગરિકોને ચીનની મુલાકાત ના લેવાની ચેતવણી આપી છે.

જણાવી દઇએ કે કોરોના વાઇરસથી ચીનમાં અત્યાર સુધી કુલ 213 લોકોના મોત નિપજ્યા છે. મોટા ભાગના મૃતકો હુબેઇના છે અને અંદાજે 10,000 કેસ નોંધાયા છે.

WHO એ જણાવ્યું હતું કે અન્ય 18 દેશોમાં કુલ 98 કેસ નોંધાયા છે. પરંતુ કોઇના મૃત્યુ નથી થયા. મોટા ભાગના કેસ જે નોંધાયા છે તે તેવા લોકોના નોંધાયા છે જે હુબેઇના વુહાનની મુલાકાત લઇને આવ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.