1. Home
  2. ગુજરાતી
  3. આ દવા કંપનીએ કોરોના વાયરસનો ઇલાજ શોધ્યો હોવાનો કર્યો દાવો
આ દવા કંપનીએ કોરોના વાયરસનો ઇલાજ શોધ્યો હોવાનો કર્યો દાવો

આ દવા કંપનીએ કોરોના વાયરસનો ઇલાજ શોધ્યો હોવાનો કર્યો દાવો

0

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે અત્યારસુધી કુલ 3000 લોકોના મોત નિપજ્યા છે ત્યારે હવે દવા બનાવતી કંપની ફાઇઝરે કોરોના વાયરસનો ઇલાજ શોધ્યો હોવાનો દાવો કર્યો છે. ફાઇઝરે આ અંગે જણાવ્યું હતું કે તેઓએ એક એવી એન્ટિ વાયરલ કમ્પાઉન્ડ વિકસિત કર્યું છે, જેના મારફતે કોરોના વાયરસનો ઇલાજ સંભવ છે. આ કમ્પાઉન્ડમાં કોરોના વાયરસને રોકવાની ક્ષમતા હોવાનો કંપનીએ દાવો કર્યો છે. કંપની હાલમાં એક થર્ડ પાર્ટી સાથે મળીને કોરોના વાયરસના ઇલાજ માટે કમ્પાઉન્ડ પર કામ કરી રહી છે.

કંપનીએ જણાવ્યું છે કે તેઓ માર્ચ સુધી આ કમ્પાઉન્ડ પર સ્ક્રીનિંગ પૂર્ણ કરશે. જો તેમાં તેઓને સફળતા પ્રાપ્ત થાય છે તો તેઓ વર્ષના અંતે તેના પર પ્રયોગ શરૂ કરવામાં આવશે. કંપની ત્યારબાદ દવાનું ટેસ્ટિંગ શરૂ કરશે.

એકતરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરીને તેનો ઇલાજ શોધી રહ્યા છે. તેના ઇલાજ માટે વેક્સિનની પણ શોધ પર કામ થઇ રહ્યું છે. તેની વેક્સિન શોધાય તે કોરોના વાયરસને રોકવા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.