1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસ અલ્ટ્રા-વાયોલેટ લાઇટથી મરી શકે છે ખરા ? WHOએ શું કહ્યું….જાણો
કોરોના વાયરસ અલ્ટ્રા-વાયોલેટ લાઇટથી મરી શકે છે ખરા ? WHOએ શું કહ્યું….જાણો

કોરોના વાયરસ અલ્ટ્રા-વાયોલેટ લાઇટથી મરી શકે છે ખરા ? WHOએ શું કહ્યું….જાણો

0
  • કોરોના વાયરસના કહેરથી આખી દુનિયા પરેશાન
  • સૂર્યપ્રકાશમાં હાજર અલ્ટ્રા -વાયોલેટ કિરણો હાથને ડિસઈફેક્ટ કરે છે
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ઇન્સ્ટાગ્રામ પર કર્યું પોસ્ટ

આખી દુનિયા કોરોના વાયરસના કહેરથી પરેશાન છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે વૈજ્ઞાનિકો દ્વારા વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. આ સમયે જ્યારે આખું વિશ્વ આ મહામારીનો સામનો કરી રહ્યું છે. તો બીજી તરફ, સોશિયલ મીડિયા પર કોરોના વાયરસથી બચવા માટે કેટલાક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓમાંથી આ એક છે કે સૂર્યપ્રકાશમાં હાજર રહેલ અલ્ટ્રા -વાયોલેટ કિરણો હાથને ડિસઈફેક્ટ કરી શકે છે. આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી લોકોએ ઘણા પ્રકારના ઉપાય અપનાવ્યા છે, પરંતુ શું તે ખરેખર ફાયદાકારક છે? આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે.

અલ્ટ્રા-વાયોલેટ કિરણો પર શું કહે છે WHO

સૂર્યપ્રકાશમાં અલ્ટ્રા-વાયોલેટ અથવા યુવી કિરણો હાજર હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક પોસ્ટ મુજબ, અલ્ટ્રા- વાયોલેટ કિરણોમાં એટલી ગરમી હોય છે કે તેઓ શરીરના કોષોને નાશ કરવાનું શરૂ કરે છે. ઉપરાંત, તે માનવ આંખોને પણ નુકસાન પહોંચાડે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાથને ડિસઈફેક્ટ કરવા માટે કોઈ પણ સ્થિતિમાં અલ્ટ્રા-વાયોલેટ લાઈટનો ઉપયોગ ન કરવો જોઇએ.

કોરોના વાયરસથી બચવાની રીતો શું છે ?

કોરોના વાયરસની હાલમાં કોઈ સચોટ સારવાર નથી. જ્યારસુધી આ વાયરસનો ઇલાજ નહીં મળે ત્યાં સુધી આપણે સાવધાન રહેવાની જરૂર છે. જો કે, ભારતમાં કોરોના વાયરસથી ઠીક થયેલા દર્દીઓના પ્લાઝામાંથી અન્ય દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

-કોરોના વાયરસથી બચવા માટેનો સૌથી સચોટ અને સહેલો રસ્તો છે પોતાને અને તમારા આસપાસના ક્ષેત્રને સ્વચ્છ રાખવું.

-કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા પછી સાબુ અને પાણીથી 20 સેકંડ માટે હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

  • ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ કરવો.
  • તમારા પરિવાર અને મિત્રોથી સોશિયલ ડિસ્ટેંગસિંગ બનાવી રાખવું
  • બજારમાંથી ફળો, શાકભાજી અને અન્ય વસ્તુઓની ખરીદ્યા પછી તેને સારી રીતે સાફ કરો.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.