1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાભરમાં કોરોના વાયરસના 79 લાખથી વધુ કેસ, રોજના આટલા કેસ આવી રહ્યા છે
દુનિયાભરમાં કોરોના વાયરસના 79 લાખથી વધુ કેસ, રોજના આટલા કેસ આવી રહ્યા છે

દુનિયાભરમાં કોરોના વાયરસના 79 લાખથી વધુ કેસ, રોજના આટલા કેસ આવી રહ્યા છે

0
  • સમગ્ર વિશ્વમાં કોરના વાયરસની કેસોની સંખ્યામાં સ્ફોટક વધારો
  • વિશ્વ સ્તરે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 79 લાખ સુધી પહોંચી
  • મૃત્યુઆંક પણ વધીને 4 લાખ 32 હજારથી ઉપર

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસની ઝપેટમાં છે. વિશ્વસ્તરે 79 લાખ લોકો કોરોના સંક્રમણથી પીડિત થયા છે, જ્યારે સવા ચાર લાખથી વધુ લોકો કોરોના મહામારીને લીધે મૃત્યુ પામ્યા છે.

કોરોના વાયરસના સમગ્ર વિશ્વમાં કેસની સંખ્યા સોમવાર સુધી 7,893,700 હતી. જ્યારે મૃત્યાંક 4,32,922 હતો.

વિશ્વ સ્તરે ક્યાં દેશમાં કેટલા કોરોનાના કેસ

દેશ            કોરોનાના કેસ

અમેરિકા       20,93,508

બ્રાઝિલ        8,67,624

રશિયા         5,28,267

ભારત          3,32,424

બ્રિટન          2,97,342

સ્પેન           2,43,928

ઇટાલી         2,36,989

પેરુ             2,29,736

ફ્રાન્સ           1,94,153

જર્મની         1.87,518

ઇરાન          1,87,427

તૂર્કી            1,78,239

ચિલી          1,74,293

મેક્સિકો 1,46,837

સાઉદી અરબ  1,27,541

કેનેડા          1,00,043

CSSE અનુસાર અમેરિકા, બ્રાઝિલ તેમજ ભારત જેવા દેશોમાં કોરોનાનું સંક્રમણ ખૂબજ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. અમેરિકામાં દૈનિક ધોરણે 20 હજાર, બ્રાઝિલમાં આશરે 15 હજાર તેમજ ભારતમાં અંદાજે 11 હજાર દૈનિક નવા કેસ સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા લોકડાઉન જેવા પગલાં લેવામાં આવ્યા છે તેમ છત્તાં કેસની સંખ્યા જે રીતે વધી રહી છે તે આ મહામારીની ભયાનકતા દર્શાવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.