1. Home
  2. ગુજરાતી
  3. સ્વાઇન ફ્લૂથી 10 ગણો ખતરનાક છે કોરોના વાયરસ: વિશ્વ આરોગ્ય સંસ્થાનો ચોંકાવનારો રિપોર્ટ
સ્વાઇન ફ્લૂથી 10 ગણો ખતરનાક છે કોરોના વાયરસ: વિશ્વ આરોગ્ય સંસ્થાનો ચોંકાવનારો રિપોર્ટ

સ્વાઇન ફ્લૂથી 10 ગણો ખતરનાક છે કોરોના વાયરસ: વિશ્વ આરોગ્ય સંસ્થાનો ચોંકાવનારો રિપોર્ટ

0
  • કોરોના મહામારીને લઇને WHOનો ચોંકવનારો રિપોર્ટ પ્રકાશિત
  • કોરોના વાયરસ સ્વાઇન ફ્લૂ કરતાં પણ વધુ ખતરનાક: રિપોર્ટ
  • સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના 18 લાખથી પણ વધુ કેસ

હાલમાં વિશ્વના 198 દેશોમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે ત્યારે તાજેતરમાં આ મહામારીને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટમાં બહાર આવેલા કેટલાક તારણો ચોંકાવનારા છે. કારણ કે WHOએ તેના નવા રિપોર્ટમાં કોરોના વાયરસને સ્વાઇન ફ્લૂ કરતાં 10 ગણો ખતરનાક દર્શાવ્યો છે.  

આપને જણાવી દઇએ કે H1N1ના નામથી ઓળખાતો સ્વાઇન ફ્લૂ વર્ષ 2009માં વૈશ્વિક મહામારીનો કારણ બન્યો હતો. 

નોંધનીય છે કે ચીનથી ઉદ્દભવેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વ સહિત ભારત અને અમેરિકા જેવી મહાસત્તાને પણ બાનમાં લીધા છે. વૈશ્વિક સ્તરે કોરોનાવાયરસના કુલ 18 લાખથી વધારે કેસો બની ચૂક્યા છે અને એક લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. એકલા અમેરિકામાં જ 22 હજારથી વધુ લોકોના મોત થયા છે. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.