1. Home
  2. ગુજરાતી
  3. ઇન્ડોનેશિયાના બાલીમાં ખુલી પહેલી હિન્દુ યુનિવર્સિટી ‘આઇ ગુસ્તી બાગુસ સુગ્રીવ’
ઇન્ડોનેશિયાના બાલીમાં ખુલી પહેલી હિન્દુ યુનિવર્સિટી ‘આઇ ગુસ્તી બાગુસ સુગ્રીવ’

ઇન્ડોનેશિયાના બાલીમાં ખુલી પહેલી હિન્દુ યુનિવર્સિટી ‘આઇ ગુસ્તી બાગુસ સુગ્રીવ’

0

ઇન્ડોનેશિયાની સરકારે દેશમાં પહેલી હિન્દુ યુનિવર્સિટીનો પ્રારંભ કર્યો છે. 31 જાન્યુઆરી 2020 એ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ નવી યુનિવર્સિટી માટે આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ હિન્દુ યુનિવર્સિટી ઇન્ડોનેશિયાના બાલીમાં દેનપસાર ખાતે શરૂ કરવામાં આવી છે. આ યુનિવર્સિટીનું નામ ‘આઇ ગુસ્તી બાગુસ સુગ્રીવ’ રાખ્યું છે. તેઓ ઇન્ડોનેશિયાના સુપ્રસિદ્વ હસ્તી હતા. ઇન્ડોનેશિયામાં ધાર્મિક, શિક્ષણ અને સામુદાયિક પ્રવૃત્તિઓમાં સુગ્રીવ, નેતા તરીકે સન્માનિય નામ ધરાવે છે.

જણાવી દઇએ કે અગાઉ આ યુનિવર્સિટીને હિન્દુ ધર્મ સંસ્થા તરીકે ઓળખવામાં આવી હતી. વિડોડો સરકાર મુજબ આ યુનિવર્સિટી દરજ્જો સુગ્રીવના દેશ પ્રત્યે સમર્પણ અને હિન્દુત્વના મૂલ્યોને સમજવા માટે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે.

આ અંગે જાણકારી આપતા ભારતમાં ઇન્ડોનેશિયાના રાજદૂત સિદ્વાર્થોએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી ભારત અને ઇન્ડોનેશિયામાં અનેકતામાં એકતા સિદ્વાંતને વધુ મજબૂત બનાવશે. અમારું માનવું છે કે ત્યાં દરેક વ્યક્તિ સમગ્ર વિકાસમાં યોગદાન આપી શકે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.