1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનને હવે ચીને પણ આપ્યો ઝટકો, મોદી-જિનપિંગ મુલાકાતમાં કાશ્મીર મુદ્દે નહીં થાય ચર્ચા
પાકિસ્તાનને હવે ચીને પણ આપ્યો ઝટકો, મોદી-જિનપિંગ મુલાકાતમાં કાશ્મીર મુદ્દે નહીં થાય ચર્ચા

પાકિસ્તાનને હવે ચીને પણ આપ્યો ઝટકો, મોદી-જિનપિંગ મુલાકાતમાં કાશ્મીર મુદ્દે નહીં થાય ચર્ચા

0

કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન સતત અકળાયેલું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આંતરરાષ્ટ્રીય મંચ પર પણ કાશ્મીર મુદ્દાનો રાગ આલાપી ચૂક્યા છે તેમ છતાં તેઓને દરેક જગ્યાએથી નિરાશા જ સાંપડી છે. હવે તો પાકિસ્તાનના નજીકના મિત્ર એવા ખુદ ચીને પણ તેનો સાથ છોડ્યો છે.

કાશ્મીર પર ચર્ચા નહીં
આગામી કેટલાક દિવસોમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક અનૌપચારિક સંમેલનમાં મળવાના છે. જો કે આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે કાશ્મીર મુદ્દે કોઇ વાતચીત નહીં થાય તેવી સંભાવના છે. પીએમ મોદી અને શી જિનપિંગ પર નિર્ભર રહેશે કે તેઓ ક્યાં મુદ્દે ચર્ચા કરશે. બન્ને નેતાઓ વચ્ચે આગામી મહિને મુલાકાત થશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનયિંગે કહ્યું હતુ કે મને નથી લાગતું કે વાતચીતના એજન્ડામાં કાશ્મીર સામેલ થશે. આ પ્રકારના અનૌપચારિક સંમેલનમાં આ બન્ને નેતાઓ પર ચર્ચાનો વિષય નિર્ભર કરે છે.

આ અનૌપચારિક સંમેલનમાં મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગત વર્ષ વુહાનમાં થયેલી વાતચીત પર વાત કરશે. વુહાનમાં બન્ને દેશોએ ડોકલામ મુદ્દે વાત કરી હતી. જણાવી દઇએ કે વર્ષ 2017માં ભારત અને ચીનની સેનાઓ વચ્ચ 73 દિવસ સુધી ગતિરોધ ચાલ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.