1. Home
  2. ગુજરાતી
  3. ટ્રમ્પની ઇમરાનને સલાહ – કાશ્મીર મુદ્દો ઉકેલવા ભારત સાથે વાતચીત શરૂ કરે
ટ્રમ્પની ઇમરાનને સલાહ – કાશ્મીર મુદ્દો ઉકેલવા ભારત સાથે વાતચીત શરૂ કરે

ટ્રમ્પની ઇમરાનને સલાહ – કાશ્મીર મુદ્દો ઉકેલવા ભારત સાથે વાતચીત શરૂ કરે

0

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સલાહ આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કાશ્મીરને લઇને કોઇપણ વિવાદ હોય તો પાકિસ્તાન એ તે માટે ભારત સાથે વાત કરવાનું શરૂ કરવું જોઇએ. હકીકતમાં, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર શુક્રવારએ એક ગુપ્ત બેઠકનું આયોજન થયું હતું. અગાઉ ઇમરાન ખાન એ ટ્રમ્પને ફોન કરીને અમેરિકાને તેના પક્ષમાં લેવાની કોશિશ કરી હતી. જો કે ટ્રમ્પ એ તેને દ્વિપક્ષીય મામલો બતાવતા પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યું હતું.

વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હોગન ગિડલના નિવેદન અનુસાર ટ્રમ્પ અને ઇમરાન વચ્ચે ક્ષેત્રમાં થઇ રહેલી હલચલ વિશે વાત થઇ હતી. ટ્રમ્પ એ ઇમરાનને સલાહ આપી હતી કે જો પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ઓછો કરવા માંગે છે તો તેમને દ્વિપક્ષીય વાર્તાનું મહત્વ સમજવું પડશે.

નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા કલમ 370 પર લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બાદ અકળાયેલું પાકિસ્તાન ખાસ કરીને જમ્મૂ કાશ્મીરમાં અશાંતિ અને તંગદીલી ફેલાવવા માટે સતત આતંકીઓને ઘૂષણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.