1. Home
  2. ગુજરાતી
  3. ડોનાલ્ડ ટ્રમ્પે માન્યું – ચીન સાથેની તેઓની નીતિથી અમેરિકામાં આર્થિક સંકટ વધશે
ડોનાલ્ડ ટ્રમ્પે માન્યું – ચીન સાથેની તેઓની નીતિથી અમેરિકામાં આર્થિક સંકટ વધશે

ડોનાલ્ડ ટ્રમ્પે માન્યું – ચીન સાથેની તેઓની નીતિથી અમેરિકામાં આર્થિક સંકટ વધશે

0

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પહેલી વાર સ્વીકાર્યું છે કે તેઓની આક્રમક નીતિને કારણે અમેરિકી નાગરિકોને પણ આર્થિક મોરચે સંકટનો સામનો કરવો પડી શકે એમ છે. જો કે લાંબા ગાળાના લાભ માટે તેમણે આ પગલાંને જરૂરી બતાવ્યા. તેમને મંદીનો ડર નથી પણ વિકાસ માટે કરોમાં કાપ મૂકવા અંગે વિચારી શકે છે.

ચીન સાથેની વ્યાપાર નીતિથી દેશમાં મંદીની સ્થિતિનું નિર્માણ થશે કે કેમ તે અંગે પૂછાતા જણાવ્યું હતું કે ચીન સાથેની વ્યાપાર નીતિમાં ફેરફાર અનિવાર્ય હતો. અમારા દેશ માટે આર્થિક રીતે થોડું કષ્ટદાયક રહેશે, પરંતુ લાંબા ગાળાના ફાયદા માટે આવશ્યક પગલું છે.

રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો હતો કે તેમની પાસે અમેરિકી નિર્માતાઓ, નાણાકીય બજારો અને અમેરિકી વપરાશકર્તાઓ માટે નવા ટેરિફ લાગુ કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હતો. તેઓ મંદીથી દૂર છે તેવી બાબત પર ટ્રમ્પ એ વારંવાર ભાર મૂક્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો ફેડરલ રિઝર્વ તેનું કામ કરશે તો તેનાથી અમેરિકાના અર્થતંત્રમાં મજબૂતી આવશે. જો કે અર્થતંત્રને વેગવતું બનાવવા માટે તેઓ કર પર કાપ મૂકવાની યોજના પર વિચાર કરી રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું. રોકાણથી થતા નફાથી દેશના વિકાસને પણ વધુ પ્રોત્સાહન મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.