in , ,

મલેશિયામાં મુશ્કેલી વધતા ઝાકીર નાઇકે રમ્યા કાનૂની દાવપેચ, નેતાઓને મોકલી નોટિસ

વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈકની મલેશિયામાં મુશ્કેલીઓ વધ્યા બાદ તે કાનૂની દાવપેચ રમી રહ્યો છે. જણાવી દઇએ કે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મુહમ્મદ તીન એ નિવેદન આપ્યું હતું કે જો નાઇકની ગતિવિધિઓથી મલેશિયાને કોઇ નુકસાન થાય તેવું લાગશે તો તેનો સ્થાયી નિવાસી તરીકેનો દરજ્જો પાછો ખેંચી લેવાશે. મલેશિયાની પોલિસ હાલ નાઇકના મલેશિયાના અલ્પસંખ્યકો વિરુદ્વના નિવેદનની તપાસ કરી રહી છે.  

સ્થાનિક અખબાર મલય મેલના અહેવાલ પ્રમાણે નાઇક એ એક કાનૂની સંસ્થા મારફતે પેનાંગના ઉપમુખ્યમંત્રી પી રામાસામી, બગાન ડલામ એસેમ્બલીના સભ્ય સતીસ મુનિઆંદી, પૂર્વ રાજદૂત દાતુક ડેનિસ ઇગનેટિયસ અને કલાંગના સાંસદ ચાર્લ્સ સેંટિયાગો વિરુદ્વ સોમવાર એ નોટિસ મોકલી છે. નોટિસમાં આ ચાર લોકોને યોગ્ય વળતર સાથે માંફી માંગવાનું કહેવાયું છે અન્યથા બે દિવસમાં અવમાનના ના કેસ માટે તૈયાર રહેવાની ચેતવણી અપાઇ છે.   

અગાઉ નાઇક એ માનવ સંસાધન મંત્રી એમ કુલાસેગરન અને અન્ય ચાર વિરુદ્વ ગત શુક્રવાર એ પોલિસ ફરીયાદ પણ નોંધાવી હતી. નાઇક એ ફરીયાદમાં કહ્યું છે કે આ પાંચ લોકોએ તેના 8 ઓગસ્ટના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે તેવો આરોપ લગાવ્યો છે.

નાઇક એ રામાસામી, મુનિઆંદી, ઇગ્નેટિયસ અને સેટિંયાગો ને કાનૂની સંસ્થા મારફતે નોટિસ ફટકારી છે અને તેમાં તેઓના કેટલાક લેખો અને પ્રેસ રિલીઝનો હવાલો અપાયો છે. નાઇક મુજબ આ લેખ અને પ્રેસ રિલીઝથી તેની અવમાનના થઇ છે.

નાઇક પર એ પણ આરોપ છે કે તેને મુસ્લિમ બહુમતી ધરાવતા મલેશિયામાં અલ્પસંખ્યક હિન્દુઓ અને ચીની મૂળના લોકો વિરુદ્વ ભડકાઉ ભાષણ કરીને દેશની શાંતિ ભંગ કરવાની કોશિશ કરી છે. નાઇક એ કથિત ટીપ્પણી કરતા એવું પણ કહ્યું હતું કે મલેશિયામાં અલ્પસંખ્યક હિન્દુઓની સ્થિતિ ભારતના અલ્પસંખ્યક મુસ્લિમો કરતા બહેતર છે.

નાઇકના પ્રત્યાર્પણ માટે ભારત મલેશિયાને આગ્રહ કર્યો છે. ભારતમાં તેની વિરુદ્વ મની લોન્ડરીંગનો કેસ દાખલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બ્રિટને આઈએસના આતંકી ‘જેહાદી જેક’ની નાગરિકતા કરી રદ્દ, કેનેડાએ વ્યક્ત કરી નિરાશા

ટાસ્ક ફોર્સે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સોંપ્યો ડાયરેક્ટ ટેક્સમાં સુધારા સંબંધિત રિપોર્ટ