1. Home
  2. ગુજરાતી
  3. FATF ની પાકિસ્તાન વિરુદ્વ લાલ આંખ, પાકને ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટિમેટમ
FATF ની પાકિસ્તાન વિરુદ્વ લાલ આંખ, પાકને ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટિમેટમ

FATF ની પાકિસ્તાન વિરુદ્વ લાલ આંખ, પાકને ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટિમેટમ

0
  • આતંક વિરુદ્વ કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનને ફેબ્રુઆરી 2020 સુધીની ડેડલાઇન અપાઇ
  • પાકિસ્તાનને બ્લેકલિસ્ટ થવાથી ચીન, મલેશિયા અન તુર્કીએ બચાવ્યું
  • FATFનો સખ્ત નિર્દેશ, 2020 સુધી પાક એક્શન પ્લાન તૈયાર કરે અન્યથા સખ્ત પગલાં લેવાશે

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને સખ્ત નિર્દેશ કર્યો છે કે ફેબ્રુઆરી 2020 સુધી પૂરો એક્શન તૈયાર કરે અને ત્યારબાદ તેના પર આગળ વધે. જો નિર્ધારિત સમયમાં પાકિસ્તાન આમ કરવામાં અસમર્થ રહેશે તો પાકિસ્તાન વિરુદ્વ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. એ ઉપરાંત પાકિસ્તાન સાથે આર્થિક લેવડદેવડ તેમજ વેપાર પર પણ સંપૂર્ણ નજર રહેશે.

FATF એ જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યું હતું અને 27 પોઇન્ટનો એક્શન પ્લાન આપતા એક વર્ષનો સમય આપ્યો હતો. તેમાં મની લોન્ડરિંગ તેમજ આતંકી સંગઠનોના ટેરર ફંડિગને રોકવાના ઉપાય કરવાના હતા.

દોસ્તોની ત્રિપુટીએ પાકિસ્તાનને બચાવ્યું
પાકિસ્તાનને જ્યારે લાગ્યું કે તેને બ્લેકલિસ્ટ કરી શકાય છે ત્યારે તેઓએ દુનિયાના અનેક દેશોને તેના પક્ષમાં કરવાની કોશિશ કરી. કાશ્મીર પર જુઠ્ઠાણું ફેલાવવાનું શરૂ કર્યું અને ભારત વિરુદ્વના તેના એજન્ડાને આગળ વધારતા ચીનની સાથોસાથ તુર્કી અને મલેશિયા સાથે પણ સંબંધો વધાર્યા. કાશ્મીર પર તુર્કી અને મલેશિયાના વલણથી સ્પષ્ટ થઇ ચૂક્યું હતું કે ચીનની સાથોસાથ આ બન્ને દેશો પાકને બ્લેકલિસ્ટ થવાથી બચાવી શકે છે.

FATF આતંક પર દેખરેખ માટે બનેલી સંસ્થા
FATF પેરિસ સ્થિત અંતર-સરકારી સંસ્થા છે. તેનું કામ ગેરકાનૂની આર્થિક મદદને રોકવા માટે નિયમ બનાવવાનું છે. વર્ષ 1989માં તેનું ગઠન કરાયું હતું. FATF ને ગ્રે અથવા બ્લેક લિસ્ટ પર નાખવા પર દેશને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવામાં ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.