1. Home
  2. ગુજરાતી
  3. ફિનલેન્ડમાં સપ્તાહમાં માત્ર 4 દિવસ 6 કલાક કામ કરવાનો પ્રસ્તાવ, PM બોલ્યા – દેશની વૃદ્વિને વેગ મળશે
ફિનલેન્ડમાં સપ્તાહમાં માત્ર 4 દિવસ 6 કલાક કામ કરવાનો પ્રસ્તાવ, PM બોલ્યા – દેશની વૃદ્વિને વેગ મળશે

ફિનલેન્ડમાં સપ્તાહમાં માત્ર 4 દિવસ 6 કલાક કામ કરવાનો પ્રસ્તાવ, PM બોલ્યા – દેશની વૃદ્વિને વેગ મળશે

0

દુનિયા અને ફિનલેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી સના મરિન હવે ફિનલેન્ડમાં કર્મચારીઓ માટે કામના દિવસો સપ્તાહમાં માત્ર ચાર દિવસ કરવા માંગે છે તેમજ કામના કલાકો પણ દિવસના માત્ર 6 કલાક કરવાની તૈયારીમાં છે. 34 વર્ષની મરીનનું માનવું છે કે તેનાથી ઉત્પાદકતામાં સુધાર થશે અને લોકોના પારિવારિક જીવનમાં પણ સંતુલન આવશે. ફિનલેન્ડમાં હાલમાં સપ્તાહમાં 5 દિવસ રોજ 8 કલાક કામ કરવાનું હોય છે. તેઓનું માનવું છે કે આ પ્રકારની કાર્યપ્રણાલીથી પરિવાર મજબૂત બનવાની સાથોસાથ દેશની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે.

પાડોશી દેશ સ્વીડનથી પ્રભાવિત થઇને મરીન એ આ કાર્યપ્રણાલીનું સૂચન કર્યું છે. સ્વીડમાં વર્ષ 2015થી દિવસમાં માત્ર 6 કલાક કામ કરવાનું હોય છે તેમજ સપ્તાહના ત્રણ દિવસ રજા હોય છે. તેઓએ કહ્યું હતું કે સ્વીડનમાં આ પ્રકારના ફેરફારથી ત્યાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો હતો અને એક અલગ જ ક્રાંતિ જોવા મળી હતી. તેઓએ કહ્યું કે દેશમાં હવે રોજ 8 કલાક અને સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની જરૂરીયાત નહીં રહે.

મરીનનું કહેવું છે કે લોકોએ તેમના પરિવારજનો, પ્રિયજનો સાથે વધુ સમય વ્યતિત કરવો જોઇએ. તેનાથી લોકોને વધુ સમય મળશે. લોકો ઉત્સાહપૂર્વક બે ગણી વધુ ક્ષમતા સાથે કામ કરશે. મરીનના આ કાનૂનને લોકોએ ઉલ્લાસભેર આવકાર્યો હતો અને તેને સમર્થન પણ કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.