1. Home
  2. ગુજરાતી
  3. 17 હોટલના માલિક અને ટ્રમ્પના જૂના બિઝનેસ પાર્ટનર દિનેશ ચાવલાએ કરી ચોરી, અમેરિકી એરપોર્ટ પરથી ધરપકડ
17 હોટલના માલિક અને ટ્રમ્પના જૂના બિઝનેસ પાર્ટનર દિનેશ ચાવલાએ કરી ચોરી, અમેરિકી એરપોર્ટ પરથી ધરપકડ

17 હોટલના માલિક અને ટ્રમ્પના જૂના બિઝનેસ પાર્ટનર દિનેશ ચાવલાએ કરી ચોરી, અમેરિકી એરપોર્ટ પરથી ધરપકડ

0

ભારતીય મૂળના એક મોટા હોટલ વેપારી દિનેશ ચાવલાની અમેરિકાના ટેનેસી એરપોર્ટ પરથી સામાન ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. અમેરિકાના મિસસિપીમાં ચાવલા 17 હોટલ ધરાવે છે.

ધરપકડના રેર્કોડ અનુસાર ચાવલાને 18 ઑગસ્ટના રોજ એક સૂટકેસ તેની ગાડીમાં રાખતા જોવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિમાનમાં સવાર થવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. પોલિસે બાદમાં ચાવલાની ગાડીમાં રહેલો ચોરીનો સામાન જપ્ત કર્યો હતો.

પોલિસ અધિકારીએ જણાવ્યું હતું કે ચાવલાએ ચોરી કરી હોવાની વાત સ્વીકારી છે. તેમણે પહેલા પર ચોરી કરી હોવાનો ખુલાસો કર્યો હતો. ચાવલા હાલમાં 5 હજાર ડૉલરની જામીન પર જેલની બહાર છે. હાલમાં આ મામલે વધુ કોઇ બાબત સામે નથી આવી.

જણાવી દઇએ કે ચાવલાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે ભાગીદારી કરીને નવી હોટલ ખોલવાની પણ કોશિશ કરી હતી. ટ્રમ્પ સાથે તેની ભાગીદારી આ વર્ષે પૂર્ણ થઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.