in , ,

ભારત-ચીન તણાવ વચ્ચે ફ્રાન્સે ભારતના શહીદ સૈનિકોને આપી શ્રદ્વાંજલિ

  • ભારત અને ચીનના ટકરાવ વચ્ચે ફ્રાન્સે મિત્રતાનો હાથ લંબાવ્યો
  • ફ્રાન્સના રક્ષા મંત્રીએ શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્વાંજલિ અર્પણ કરી
  • ફ્રાન્સના રક્ષા મંત્રીએ રાજનાથસિંહને મળવાની પણ ઇચ્છા વ્યક્ત કરી

ભારત અને ચીનના સંબંધોમાં અત્યારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ટકરાવ વચ્ચે ફ્રાન્સે ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે.

ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પર્લે ગલવાન ખીણમાં ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા ભારતના જવાનોને શ્રદ્વાંજલિ અર્પણ કરી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

પર્લે કહ્યું છે કે, ભારત અને ફ્રાન્સ બહુ સારા મિત્રો છે. હું રાજનાથ સિંહે આપેલા નિમંત્રણને ધ્યાનમાં રાખીને તેમને મળવા આતુર છું. ભારતના જવાનોની શહીદી એ તેમના પરિવારજનો અને દેશ માટે મોટો ઝટકો છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મિત્ર ભારત પ્રત્યે ફ્રાન્સની સેનાની મિત્રતા વ્યક્ત કરું છું. ભારતીય સેના અને શહીદોના પરિવારજનોને મારી શ્રદ્વાંજલિ પહોંચાડશે તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ફ્રાંસે ભારતની માંગણીને ધ્યાનમાં રાખીને 6 રાફેલ વિમાનો લડાઈમાં ગમે ત્યારે ઉતારી શકાય તે પ્રકારે સજ્જ કરીને આપવાની જાહેરાત કરી છે. આ વિમાનો 27 જુલાઈએ ભારતમાં આવશે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

હવે 5 જી સ્પેક્ટ્રમમાંથી ચીનની કંપનીઓની થશે બાદબાકી, આ વસ્તુઓની આયાત ઘટાડાશે

ગરીબોને હવે નવેમ્બર સુધી નિ:શુલ્ક અનાજ મળશે, ઘઉં-ચોખા ઉપરાંત આ વસ્તુ પણ મળશે