ગુજરાતી

PM નરેન્દ્ર મોદીને લઇને ટ્રમ્પે કહ્યું કંઇક આવું અને બન્ને ખડખડાટ હસ્યા – જુઓ Video

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફ્રાંસમા યોજાયેલ G-7 શિખર સંમેલનમાં મુલાકાત થઇ હતી. મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે વાતચીતમાં હૂંફ જોવા મળી હતી. આ દરમિયાન કાશ્મીર પર અમેરિકાની મધ્યસ્થતા પર મીટ માંડીને બેઠેલા લોકોને કરારો ઝટકો લાગ્યો હતો. હકીકતમાં, ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મામલો દ્વિપક્ષીય છે અને આ મુદ્દે અમે કોઇપણ દેશને કષ્ટ દેવા માંગતા નથી. અમે આશા રાખીએ કે ભારત-પાકિસ્તાન એકબીજા સાથે વાતચીતથી આ મામલે ઉકેલ લાવશે. આ દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત દરમિયાન હસી મજાકની ક્ષણો પણ વીડિયોમાં કેદ થઇ હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે મને લાગે છે કે અમે બન્નેને વાત કરવા દો. અમે બન્ને વાત કરતા રહીશું અને જ્યારે જરૂર પડશે અમે તમને ચોક્કસપણે જાણકારી આપીશું. આ દરમિયાન ટ્રમ્પે મજાક કરતા કહ્યું કે પીએમ મોદી ખૂબજ સારું અંગ્રેજી બોલે છે પરંતુ તેઓ હમણાં વાત કરવા નથી માંગતા. ટ્રમ્પની આ વાત પર ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા હતા અને પીએમ મોદી ખુદ ખડખડાટ હસતા નજર આવ્યા હતા.

ટ્રમ્પે પણ કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન લોકતંત્રના મૂલ્યો પ્રત્યે હંમેશા અડગ રહ્યા છે. અને આ વિષય પર બન્ને દેશો ઊંડાણપૂર્વક વાત કરતા આવ્યા છે. નોંધનીય છે કે 45મું શીખર સંમેલન 24 થી 26 ઑગસ્ટ,2019 ના રોજ ફ્રાંસના બિઆરિટ્ઝમાં યોજાયું છે.

Related posts
Nationalગુજરાતી

માત્ર 9 વર્ષની બાળકીએ આફ્રીકાના ઉચ્ચ પર્વતની ટોંચ પર તિરંગો ફરકાવ્યો - એશિયાની સૌથી નાની વયની પર્વતારોહી બની

9 વર્ષની બાળકી  એશિયાની સૌછી નાની વયની પર્વતારોહી બની આફ્રીકાના કિલિમંજારોપર પર્વતની ટોંચ પર પહોંચી તિરંગો લહેરાવ્યો દિલ્હી – સામાન્ય રીત આપણે…
SPORTSગુજરાતી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં કોરોના વેક્સિનનો…
Nationalગુજરાતી

ગરમી માટે રહેજો તૈયાર - માર્ચ મહિનામાં 40ને પાર પહોંચશે ગરમીનો પારો

માર્ચ મહિનાથી જ ગરમીનો પારો વધશે છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ગરમીએ અમદાવાદ – શિયાળાનો અંત આવતાની સાથે જ ગરમી શરુ…

Leave a Reply