1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાએ ભારત સાથે નિભાવી મિત્રતા! અમેરિકામાં રહેતા ભારતીયો વધુ 2 મહિના ત્યાં રહી શકશે
અમેરિકાએ ભારત સાથે નિભાવી મિત્રતા! અમેરિકામાં રહેતા ભારતીયો વધુ 2 મહિના ત્યાં રહી શકશે

અમેરિકાએ ભારત સાથે નિભાવી મિત્રતા! અમેરિકામાં રહેતા ભારતીયો વધુ 2 મહિના ત્યાં રહી શકશે

0
  • કોરોના વાયરસની મહામારી દરમિયાન ભારતની જેમ અમેરિકાએ પણ નિભાવી મિત્રતા
  • ભારતના H-1B વીઝાધારકોને અમેરિકામાં વધુ 60 દિવસ રોકાવવાની મળી મંજૂરી
  • અમેરિકામાં અંદાજે 2 લાખ લોકો એચ-1બી વિઝા પર કામ કરે છે

કોરોના વાયરસની મહામારી દરમિયાન ભારતે જે રીતે અમેરિકાને હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા મોકલીને પોતાની મિત્રતાનો પરિચય આપ્યો હતો તેમ હવે અમેરિકાએ પણ ભારત સાથેની મિત્રતા નિભાવી છે. કોરોના વાયરસને કારણે અમેરિકાની સરકારે ભારતનાં H-1B વીઝાધારકો અને ગ્રીન કાર્ડ આવેદકોને 60 દિવસ અમેરિકામાં વધારે રોકાવવાની મંજૂરી આપી છે. ખાસ કરીને જે લોકોને ડૉક્ટુમેન્ટ જમા કરાવવા માટે નોટિસ અપાઇ હતી તે લોકોને આ છૂટ અપાઇ છે. યુએસ સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસે 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપ્યો હોવાની જાહેરાત કરી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ આ છૂટ કોરોના વાયરસને કારણે આપવામાં આવી છે. આ દરમિયાન તેઓ નોટિસમાં આપેલી રિકવેસ્ટનો જવાબ આપી શકશે તેમજ ફોર્મ-I-290B ભરી શકશે. એચ 1 બી વિઝા હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ આવેદકો પર કોઇપણ એક્શન લેતા પહેલા USCIS 60 દિવસોની અંદર પ્રાપ્ત ફોર્મ I-290B પર વિચાર કરે.

આપને જણાવી દઇએ કે અમેરિકામાં અંદાજે 2 લાખ લોકો એચ-1બી વિઝા પર છે અને ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. મહત્વનું છે કે, હવે H1-B વર્ક્સને, જેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે તેમની પાસે નવી નોકરી શોધવા માટે 60 દિવસનો સમય છે. જો આ સમયમાં તેઓ નવી નોકરી શોધી નથી શકતા કે અલગ વિઝા ટાઇપમાં શિફ્ટ નથી થતા તો તેમને ઘરે જવું પડશે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.