1. Home
  2. ગુજરાતી
  3. ભારત માટે ગૌરવપૂર્ણ વાત: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન WHOના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ બન્યા
ભારત માટે ગૌરવપૂર્ણ વાત: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન WHOના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ બન્યા

ભારત માટે ગૌરવપૂર્ણ વાત: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન WHOના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ બન્યા

0
  • કોરોના સંકટ વચ્ચે ભારત માટે એક ગર્વની વાત
  • ડૉ.હર્ષવર્ધન WHOના કાર્યકારી બોર્ડના બન્યા અધ્યક્ષ
  • તે જાપાનના ડૉ.હિરોકી નકતાનીનું સ્થાન લેશે

કોરોના સંકટ વચ્ચે ભારત માટે વધુ એક ગર્વની વાત છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના 34 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડના અલગ ચેરમેન પસંદ કરાયા છે. હર્ષવર્ધન 22 મે ના તેમની નવી જવાબદારી સંભાળશે, તે જાપાનના ડૉ.હિરોકી નકતાનીનું સ્થાન લેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર 194 સભ્ય દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મંગળવારે ભારત તરફથી દાખલ કરાયેલા હર્ષવર્ધનના નામ પર નિર્વિરોધ પસંદગી ઉતરી હતી. આ અગાઉ WHOના સાઉથ-ઇસ્ટ એશિયા ગ્રૂપે ત્રણ વર્ષ માટે ભારતને બોર્ડ મેમ્બર્સમાં સામેલ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

ભારત પાસે ચેરમેન પદ એક વર્ષ સુધી રહેશે

22મી મેના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક યોજાવાની છે. જેમાં હર્ષવર્ધનની પસંદગી નક્કી છે. આપને જણાવી દઇએ કે બોર્ડના ચેરમેનનું પદ અનેક દેશોના અલગ અલગ ગ્રૂપમાં એક એક વર્ષ પ્રમાણે અપાય છે. ગત વર્ષે એવું નક્કી કરાયું હતું કે આગામી 1 વર્ષ માટે આ પદ ભારત પાસે રહેશે. હર્ષવર્ધન એક્ઝિક્યુટિવ બોર્ડની મીટિંગની અધ્યક્ષતા કરશે. આ બેઠક વર્ષમાં બે વાર થાય છે. પહેલી બેઠક જાન્યુઆરીમાં અને બીજી બેઠક મે મહિનાના અંતમાં થાય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.