in ,

દક્ષિણ કોરિયામાં થર્મલ ઈમેજીંગની અસર, કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો

  • દક્ષિણ કોરિયામાં આર્મી દ્વારા થાય છે રસ્તા પર સેનેટાઈઝીંગ
  • થર્મલ ઈમેજીંગનો થયો સદઉપયોગ
  • કોરોનાને હરાવતુ દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયામાં અત્યાર સુધીમાં 9 હજારથી વધારે કોરોનાવાયરસના કેસ નોંધાયા છે અને 129 લોકોના મોત થયા છે પરંતુ દક્ષિણ કોરિયામાં સામે 3500 લોકો સફળતપુર્વક કોરોનાવાયરસની બીમારીમાંથી સ્વસ્થ પણ થયા છે.. દક્ષિણ કોરિયામાં આજથી 15 દિવસ પહેલા કોરોનાવાયરસના 8 હજાર જેટલા કેસ હતા પરંતુ થર્મલ ઈમેજીંગની પ્રક્રિયા બાદ આ આંકડાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને છેલ્લા બે દિવસમાં માત્ર 12 કેસ જ નોંધાયા છે.

દક્ષિણ કોરિયાએ પણ કોરોનાવાયરસ સામે તાઈવાનની જેમ જ લડાઈ લડી છે અને વિશ્વમાં એક મોડલ તરીકે માનવામાં આવી રહ્યુ છે. આ તમામ પ્રક્રિયા દરમિયાન નોંધનીય વાત એ છે કે દક્ષિણ કોરિયામાં અત્યાર સુધી લોકડાઉન કરવામાં આવ્યુ નથી કે અહિના બજારોને પણ બંધ કરવામાં આવ્યા નથી.

દક્ષિણ કોરિયામાં કોરોનાવાયરસના સંક્રમણને તપાસવા માટે સરકારે મોટી ઈમારતો, હોટલ, પાર્કિંગ અને સાર્વજનીક સ્થળો પર થર્મલ ઈમેજીંગ કેમેરા લગાવ્યા જેનાથી વ્યક્તિને તાવ હોય તો તેની તુરંત ઓળખાણ થઈ શકે અને હોટલોમાં પણ આ તપાસ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવતો હતો.

દક્ષિણ કોરિયાએ કેસ નોંધાતાની સાથે જ કોરોનાવાયરસની ટેસ્ટીંગ કીટ બનાવવાનું પણ શરુ કરી દીધુ હતુ અને બે સપ્તાહમાં કોરોનાવાયરસના કેસ વધતા ટેસ્ટીંગ કીટનું ઉત્પાદન પણ વધારી દીધુ હતુ.. હાલ કોરિયા રોજની 1 લાખ જેટલી કીટ બનાવી રહ્યુ છે અને વિશ્વના 17 દેશોમાં તેની નિકાસ પણ શરુ કરી દેવામાં આવશે.

(VINAYAK)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોરોનાના કહેર વચ્ચે રશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયભીત

Coronavirus: Ahmedabad registers 12 positive cases, 3,000 under quarantine