1. Home
  2. ગુજરાતી
  3. USમાં PM મોદીનો ‘હાઉડી મોદી’ શો સુપરહિટ, આવા હતા PAK મીડિયાના રિએકશન
USમાં PM મોદીનો ‘હાઉડી મોદી’ શો સુપરહિટ, આવા હતા PAK મીડિયાના રિએકશન

USમાં PM મોદીનો ‘હાઉડી મોદી’ શો સુપરહિટ, આવા હતા PAK મીડિયાના રિએકશન

0
  • સમગ્ર દુનિયામાં હાઉડી મોદીની સરાહના
  • હાઉડી મોદીની સફળતા પાકને ખુંચી
  • પાક મીડિયામાં કાશ્મીર મુદ્દો ચગ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ મેગા શોની દુનિયાભરમાં વાહ વાહ થઇ રહી છે અને સરાહના પણ થઇ રહી છે, પરંતુ હાઉડી મોદીની આ સફળતાથી સૌથી વધુ પાકિસ્તાન ચીડાયું છે. પાકિસ્તાનના મીડિયામાં પણ હાઉડી મોદી જ સૌથી વધુ ચર્ચાયું હતું. પરંતુ ત્યાંના મીડિયામાં શોનો વિરોધ વધુ જોવા મળ્યો હતો.

વડાપ્રધાન મોદીએ રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં આતંકવાદને લઇને પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે ભારતે હાલમાં જ જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટાવી છે. અમારા નિર્ણયોથી એ લોકોને પરેશાની થઇ રહી છે જેનાથી પોતાનો ખુદનો દેશ નથી ચાલી રહ્યો. અમેરિકામાં 9/11 હોય કે મુંબઇમાં 26/11, તેના કાવતરાખોરો ક્યાં હોય છે? એ સમગ્ર દુનિયા જાણે છે. તેથી હવે આતંકવાદને પનાહ આપનારા વિરુદ્વ સખત કાર્યવાહી કરાય તેવો સમય આવી ચૂક્યો છે.

સ્ટેડિયમ બહાર પ્રદર્શન
બીજી તરફ, હાઉડી મોદીને પાકિસ્તાને નકારાત્મક અંદાજમાં રજૂ કર્યું હતું. પાકના અંગ્રેજી અખબાર ડૉને લખ્યું છે કે હ્યૂસ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંચ પર મોદી ઉપસ્થિત હતા. જ્યારે સ્ટેડિયમની બહાર કાશ્મીરના નિવાસી પ્રદર્શનકારીઓ સાથે ગત 49 દિવસોથી દબાયેલા અવાજ વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યા હતા.

ડોને પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના ટ્વીટને પણ પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે NRG સ્ટેડિયમ બહાર હજારોની સંખ્યામાં લોકો મોદીના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. દરેક જાતિ, રંગ, લિંગ અને ઉંમરના લોકો મોદીના જાતિવાદી શાસના કૃત્યોની નિંદા કરવા માટે માર્ગ પર ઉતરી આવ્યા છે. કાશ્મીરમાં વર્ચસ્વવાદી સરકારના ક્રૂર હસ્તક્ષેપના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે.

પ્રદર્શનકર્તાઓ માટે 50 બસ
જ્યારે પાક ટ્રિબ્યૂને કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા વિરુદ્વ હ્યૂસ્ટનમાં મોદીના રેલીના સ્થળની બહાર ટેક્સાસના માર્ગો પર પાકિસ્તાની, શિખ અને માનવાધિકાર કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પાક ટ્રિબ્યૂન અનુસાર, ટેક્સાસના અલગ અલગ શહેરોમાં આવેલા મુસ્લિમો અને શિખ સમુદાયે મોદીની રેલીમાં વિક્ષેપ માટે યોજના બનાવી હતી. કાશ્મીરમાં ભારતના નિર્ણય વિરુદ્વ શિખ સમુદાયે પાકિસ્તાનના લોકો સાથે હાથ મિલાવ્યો હતો.

પાક ટ્રિબ્યૂને હ્યૂસ્ટન-કરાચી સિસ્ટર સિટી એસોસિએશનના અધ્યક્ષ સઇદ શેખના હવાલે થી કહ્યું હતું કે ઇન્ટરનેશનલ હ્યૂમનેટિરયન ફાઉન્ડેશને પણ વડાપ્રધાન ઇમરાન ખાનના કૉલ પર લોકોને એકત્ર કરવાનું કામ કર્યું હતું. આ શહેર 50000થી વધુ પાકિસ્તાની પ્રવાસીઓનું ઘર છે અને પ્રદર્શન માટે 50 બસોનો ઉપયોગ કરાયો હતો અને 40000 લોકો ત્યાં પહોંચ્યા હતા.

કાશ્મીર મુદ્દે વિરોધ
ધ ન્યૂઝ, પાકિસ્તાન ટુડે, જિયો ટીવીએ પણ હાઉડી મોદી કાર્યક્રમના સમાચારને જગ્યા આપી હતી. પરંતુ આ લોકોએ પણ કાશ્મીર મુદ્દો ચગાવ્યો હતો અને કહ્યું હતું કે મોદી સ્ટેડિયમમાં ભાષણ આપી રહ્યા છે અને બહાર લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાન ટુડે એ પણ આ રેલીનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ તેને માત્ર એક સામાન્ય ખબર તરીકે રજૂ કરી હતી. તે ઉપરાંત રેલી બહાર કાશ્મીર મુદ્દે લોકોના વિરોધ પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો છે.

પાકિસ્તાન ટુડેએ અલઝઝીરાના હવાલાથી લખ્યું છે કે સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યાંનો માહોલ તણાવપૂર્ણ છે. ત્યાં ફોટોગ્રાફરોને ફોટો ખેંચવાની મનાઇ હતી. તેઓના કેમેરા છીનવાઇ ગયા. પ્રદર્શનની ખબર મીડિયામાં નહોતી દર્શાવાઇ.

પાકિસ્તાની ઑબ્ઝર્વરે પણ ભાષણથી વધુ કાશ્મીરીઓના હિતો માટે કરાયેલા પ્રદર્શનનું કહ્યું છે. ભારત સરકારના કાશ્મીર અંગે લેવાયેલા નિર્ણય વિરુદ્વ પ્રદર્શનકારીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.