in , ,

PoKની રેલીમાં ઇમરાને જનતાને કહ્યું – હમણાં નહીં, હું કહું ત્યારે LoC જજો

જમ્મૂ-કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સ્તરે મ્હાત બાદ પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સતત નવા પેતરાઓ કરી રહ્યા છે. ઇમરાન ખાને પાક અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફરાબાદમાં શુક્રવારે એક સંબોધનમાં કહ્યું હતું કે UNGAમાં કાશ્મીર મુદ્દો ફરીથી ઉછાળશું. આર્થિક હિતોને કારણે મુસ્લિમ દેશોએ પણ આ બાબતે અમારો સાથ નથી આપ્યો.

પાક અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફરાબાદમાં એક સંબોધનમાં વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે હું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવીશ અને સમગ્ર દુનિયાને આ અંગે જાણકારી આપીશ. આર્થિક હિતોને કારણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મુસ્લિમ દેશોનું સમર્થન નથી મળ્યું.

જ્યારે કહું ત્યારે LoC પાર કરશો
ઇમરાન ખાને કહ્યું કે હું જાણું છું કે તમારામાંથી અનેક લોકોએ લાઇન ઑફ કંટ્રોલ પાર કરવાની કોશિશ કરી છે. પરંતુ આજે આપને કહું છું કે હજુ લાઇન ઑફ કંટ્રોલ પાર કરવાની જરૂરિયાત નથી. હું જ્યારે ફરીથી કહું ત્યારે તમે લાઇન ઑફ કંટ્રોલ પર જજો.

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અકળાયેલા ઇમરાન ખાન તેની જનતાને ભારત વિરુદ્વ ભડકાવીને પોતાની સરકારની આર્થિક નિષ્ફળતાને છુપાવાના દરેક પ્રયાસો કરી રહ્યા છે. જો કે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે દુનિયાભરમાંથી માત્ર નિરાશા જ સાંપડી છે. દરેક દેશે આ મુદ્દે ભારતને જ સમર્થન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તેજસ એરેસ્ટ લેન્ડિંગ ટેસ્ટમાં પાસ, INS વિક્રમાદિત્ય પર ઉતર્યા બાદ રચી દેશે ઈતિહાસ

RSSના નેતા ઈન્દ્રેશ કુમારનો દાવો, 5થી 6 ટુકડામાં વિભાજીત થઈ જશે પાકિસ્તાન